અમદાવાદઃ કોરોનાની મહામારીને લીધે ગુજરાત હાઇકોર્ટમાં વર્ચ્યુલ સુનાવણી હાથ ધરવામાં આવે છે. બધા લોકો તેને જોઈ અને સંભાળી શકે એ માટે સુનાવણીનું લાઈવ - સ્ટ્રીમિંગ કરવામાં આવે એવી માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી 17મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અરજદારે હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માગ કરી શકે વર્ચ્યુલ સુનાવણીમાં કેસ સાથે સંકળાયેલા વકીલોને જ વીડિયો લિંક મોકલવામાં આવે છે. જેથી લૉ-વિધાર્થી, મીડિયા અને જાહેર પ્રજા સુનાવણી સાંભળી શકતા નથી.