અમદાવાદઃ કોરોના મહામારીને લીધે જારી કરાયેલા લોકડાઉન બાદ કોલેજ-યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફી ભરવાના પૂરતા પૈસા ન હોવાથી લોકડાઉન દરમિયાનની ફી માફ કરવામાં આવે તેવી માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે આ મુદ્દે UGCને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
ખાનગી કોલેજ-યુનિવર્સિટીમાં ફી માફી મુદ્દે હાઈકોર્ટમાં PIL કરાઈ - વિદ્યાર્થી
લોકડાઉન બાદ કોલેજ-યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફી ભરવાના પૂરતા પૈસા ન હોવાથી લોકડાઉન દરમિયાનની ફી માફ કરવામાં આવે તેવી માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે આ મુદ્દે UGCને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

High Court
ખાનગી કોલેજ-યુનિવર્સીટીમાં ફી માફી મુદ્દે હાઈકોર્ટમાં PIL કરાઈ
હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી છે કે, ખાનગી કોલેજ અને યુનિવર્સિટી ઓનલાઈન અભ્યાસના નામે વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ ફી વસૂલી રહ્યા છે. લોકડાઉન દરમિયાન જે ખર્ચ સંચાલકોને થયો જ નથી તેનો લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો નથી.
ઉલલેખનીય છે કે, કેટલીક ખાનગી યુનિવર્સિટી અને કોલેજો દ્વારા ફી વસુલવામાં આવી છે, તે સેટઓફ કરવામાં આવે તેવો ગુજરાત હાઈકોર્ટ નિર્દેશ આપે. આ મામલે વધુ સુનાવણી 4 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.