ગુજરાત

gujarat

ETV Bharat / state

GFSUના ડિરેક્ટરને નિવૃતિ 10 વર્ષ બાદ પણ પદ પર ચાલું રખાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ

અમદાવાદઃ ગુજરાત ફોરેન્સિક સાઈન્સ યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ ડો. જે.એમ વ્યાસના નિવૃતિ વયના 10 વર્ષ બાદ તેમણે પદ પર ચાલું રાખતા ચુકવાયેલા 30 લાખ જેટલા માતબર પગારની રકમની રીકવરીની માંગ સાથે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી મુદે કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનવણી 1લી ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

By

Published : Jul 18, 2019, 9:59 PM IST

AHD

હાઈકોર્ટમાં આર્ટીકલ 226 હેઠળ વયનિવૃતી બાદ પણ નોકરી પર સીનીયર અધીકારીઓ 10 વર્ષ થી ચાલુ રહેતા હોવાની બાબતને હાઈકોર્ટમાં પડકારવામા આવી છે.હાઈકોર્ટમાં આ અનુસંધાને થયેલી અરજીમાં એવી દાદ છે કે, FSLના ડીરેક્ટર ડૉ. જે. એમ. વ્યાસને તેમની નિવૃતીના 10 વર્ષ બાદ પણ નોકરી પર ચાલુ રાખવામા આવ્યા છે.જ્યારે નિયમ મુજબ 58 વર્ષે વ્યકિત નિવૃત થાય છે. ત્યારબાદ વધુમાં 4 વર્ષનુ જ એક્સટેનશન આપી શકાય છે. અને તેમને રાજ્ય સરકારે 30 નવેમ્બર 2009ના રોજ તેમને વયનિવૃત કર્યા છે.
ત્યારે અરજદારે હાઈકોર્ટમાં રજુઆત કરી છે કે, તેઓને હવે એ પદ સંભાળવાનો કોઈ અધીકાર જ નથી અને તે ગેરકાનુની છે અને એટલા માટે તેને હાઈકોર્ટ માં ચેલેંજ કરવામા આવ્યુ છે.હાઈકોર્ટે આ બાબતે અરજદારની રજુઆતને ગ્રાહ્ય રાખતા રાજ્ય સરકારના ગૃહ વિભાગને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે. આ કેસમાં હવે સુનવાણી 1લી ઓગષ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

આ કેસના અરજદાર સંદીપ મુંજ્યાસરાએ જણાવ્યુ હતુ કે, કોર્ટે મારી રજુઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારના ગૃહ વિભાગને નોટીસ પાઠવી છે અને વધુ સુનાવણી 1લી ઓગષ્ટના રોજ રાખવામા આવી છે. જેમાં ડૉ. જે.એમ.વ્યાસ કોઈ ઓથોરીટી નથી તેમ છતા તેઓ ડીરેક્ટરનુ પદ સંભાળી રહ્યા છે. નિવૃતી બાદ એકસ્ટેનસનની પણ પ્રક્રિયા હોય છે. જે આમના કેસમાં ફોલો નથી કરવામા આવી. અને મનઘડત રીતે પદ પર ચાલુ રાખવામા આવ્યુ છે.

આ ઉપરાંત દર મહીને 25 હજારની સેલેરી તેઓ ડીરેક્ટર તરીકે લે છે. આજ સુધીમાં આ રીતે 30 લાખ સુધીની રકમ તેમને મેળવી છે. તેને રીકવર કરવામા આવે અને તેમને તેમના પદ પરથી હટાવવામા આવે અને યોગ્ય વ્યક્તીની નિમુણક કરવામા આવે. જેથી બેરોજગાર યુવાનોને પણ નોકરીની તક મળી રહે

ABOUT THE AUTHOR

...view details