ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણીના પરિણામની તારીખ મામલે ચૂંટણીપંચે રજૂ કર્યો જવાબ - Election Commission

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવા ની માંગ સાથે થયેલી અરજીમાં ચૂંટણીપંચે પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું કે મતગણતરી અલગ અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી, તેથી અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની રજૂઆત ચૂંટણીપંચે કરી હતી.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ

By

Published : Feb 8, 2021, 5:58 PM IST

Updated : Feb 8, 2021, 7:49 PM IST

  • ચૂંટણીપંચના જોઇન્ટ કમિશનર એ. એ. રામાનુજે કર્યું સોગંદનામું
  • અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની ચૂંટણીપંચની રજૂઆત
  • ચૂંટણી પંચ બંધારણીય દરજ્જો ધરાવતી સ્વાયત્ત સંસ્થા હોવાની પણ રજૂઆત

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવાની માગ સાથે થયેલી અરજીમાં ચૂંટણીપંચે પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મતગણતરી અલગ અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી, તેથી અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની રજૂઆત ચૂંટણીપંચે કરી હતી.

9 ફેબ્રુઆરીના રોજ થશે વિસ્તૃત સુનાવણી

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો એક જ દિવસે થાય તે માટેની હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સામે સોમવારે રાજ્ય ચૂંટણીપંચના જોઇન્ટ કમિશનર એ. એ. રામાનુજે 303 પાનાનું સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં તેમને રજૂવાત કરી હતી કે, ચૂંટણીપંચ બંધારણીય દરજ્જો ધરાવતી સ્વાયત્ત સંસ્થા છે અને ભૂતકાળમાં પણ મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ અલગ-અલગ તારીખે યોજાઈ છે. વધુમાં ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં આ પ્રકારની અરજી થઈ શકે નહીં તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.

આગામી સુનાવણી 9 ફેબ્રુઆરીના રોજ થશે

સોગંદનામામાં ચૂંટણીપંચે જણાવ્યુ છે કે, ગ્રામિણ વિસ્તારો અને શહેરી વિસ્તારોની સમસ્યાઓ અને જરૂરિયાતો અલગ-અલગ છે અને તેથી ગ્રામિણ વિસ્તારના મતદાર અને શહેરી વિસ્તારના મતદારના પ્રશ્નો પણ અલગ અલગ છે. અરજદારોએ પોતાના રાજકીય હેતુ બહાર લાવવા માટે આ અરજી કરી છે. જોકે, આ મુદ્દે વિસ્તૃત સુનાવણી 9 ફેબ્રુઆરીના રોજ થશે.

Last Updated : Feb 8, 2021, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details