ગુજરાત

gujarat

By

Published : Nov 28, 2020, 10:30 PM IST

ETV Bharat / state

ગુજરાતના ફોટોગ્રાફર બ્લેસ્મોન સેમ્યુઅલને મળ્યો દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેશન ઇન્ડસ્ટ્રી અત્યારે ઘણું સારું કામ કરી રહી છે અને ગુજરાતમાં પણ લોકલ ફોર વોકલના નારાને સાર્થક કરતા ઘણી બધી બ્રાન્ડ હવે પોત પોતાના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર વધુ ધ્યાન આપી રહી છે. આ જ વિષય પર કામ કરતા મૂળ જન્મે ગુજરાતી અને ગુજરાત અને મુંબઇમાં કેમેરામેન તરીકે સારી નામના મેળવનાર બ્લેસ્મોન સેમ્યુઅલને દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ એનાયત થયો હતો.

ગુજરાતના ફોટોગ્રાફર બ્લેસ્મોન સેમ્યુઅલને મળ્યો દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ
ગુજરાતના ફોટોગ્રાફર બ્લેસ્મોન સેમ્યુઅલને મળ્યો દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ

  • ગુજરાતી ફોટોગ્રાફર છે બ્લેસ્મોન સેમ્યુઅલ
  • દાદા સાહેબ ફાળકે આઇકોન એવૉર્ડમાં બેસ્ટ ફોટોગ્રાફર તરીકે મળ્યો છે એવૉર્ડ
  • બોલીવુડ અને ટેલીવુડના જાણીતા ચહેરાઓ રહ્યા ઉપસ્થિત

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેશન ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ ફોટોગ્રાફર બ્લેસ્મોન સેમ્યુઅલને દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ એનાયત થયો હતો. મુંબઇ ખાતે યોજાયેલા આ સમારંભમાં બોલીવૂડ અને ટેલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મૂળ જન્મે ગુજરાતી તેવા બ્લેસ્મોન સેમ્યુઅલએ ગુજરાત અને મુંબઇમાં કેમેરામેન તરીકે ખૂબ સારી નામના ધરાવી રહ્યા છે. તેમના ફેશન ફોટોગ્રાફી અને બ્રાન્ડિંગ ફોટોગ્રાફીના કેમ્પઈનમાં ગુજરાત અને બોલીવુડના નામી અનામી કલાકારો ભાગ લે છે અને બ્લેસ્મોન સેમ્યુઅલ દ્વારા તેમની ફોટોગ્રાફી કરવામાં આવે છે.

ગુજરાતના ફોટોગ્રાફર બ્લેસ્મોન સેમ્યુઅલને મળ્યો દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ
તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ફોટોગ્રાફી ક્ષેત્રે સંકળાયેલા છે અને અમદાવાદ તથા મુંબઇ ખાતે બ્રાન્ડ સહિત, પ્રોડક્ટ શૂટ, કેટલોગ શૂટ વગેરે કરી રહ્યા છે ત્યારે તેમના આ કાર્યની નોંધ લઈને મુંબઈની મોટી સંસ્થા દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ ફિલ્મ્સ દ્વારા 2020 ના સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર તરીકે તેમને એવૉર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના ફોટોગ્રાફર બ્લેસ્મોન સેમ્યુઅલને મળ્યો દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ
અમન વર્મા, શ્વેતા તિવારી જેવા કલાકારો રહ્યા ઉપસ્થિત

આ એવોર્ડ સમારંભ 24 નવેમ્બર ના રોજ મુંબઈ ખાતે કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરીને ગુજરાતના અને બોલીવુડ તથા ટેલિવુડના જાણીતા કલાકારો જેમકે અમન વર્મા, શ્વેતા તિવારી, પ્રખ્યાત ધારાવાહિક 'ભાભીજી ઘર પે હે' ના કલાકારો સહિત બોલીવુડના જાણીતા ચહેરાઓની હાજરીમાં આયોજન કરવા માં આવ્યું હતું.

આ વિશે ETV Bharat સાથેની વાતચીતમાં બ્લેસ્મોન સેમ્યુઅલએ જણાવ્યું હતું કે મારો જન્મ ગુજરાતમાં થયો છે અને એક ગુજરાતી તરીકે જ ઓળખાઉ છું જેનું મને ગૌરવ છે અને આ એવોર્ડને ઇન્ડસ્ટ્રીના ખૂબ ઉત્તમ એવૉર્ડમાં સ્થાન મળે છે. આ પ્રકારના એવૉર્ડ જ્યારે મળે અને તમારા કામની પ્રશંસા થાય ત્યારે તમને વધુ કામ કરવાની પ્રેરણા મળે છે અને નવું જોમ જુસ્સો આવે છે.

- અમદાવાદથી મનન દવેનો અહેવાલ

ABOUT THE AUTHOR

...view details