ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈદ-એ-મિલાદે જુલુસ કાઢવાની પરવાનગી બાબતે હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ - ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદઃ ઈદે મિલાદ નિમિતે જુલુસ કાઢવા બાબતે ઈદ-એ-મિલાદઉન નબી (સેન્ટ્રલ) કમિટિ દ્વારા પરવાનગી મેળવવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી અરજી મુદ્દે કોઈ જવાબ કે વલણ સપષ્ટ ન કરાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી. જે અંગે જસ્ટીસ ભાર્ગવ કારીયાએ રાજ્ય સરકાર, સ્થાનિક પોલીસ સ્ટેશન સહિત તમામ પક્ષકારોને નોટીસ કાઢી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 7મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

ઈદ-એ-મિલાદે જુલુસ કાઢવાની પરવાનગી બાબતે હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ

By

Published : Nov 5, 2019, 8:42 PM IST

ઈદ-એ-મિલાદ કમિટિ દ્નારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે, ગત 12મી ઓકટોબરના રોજ જુલુસ કાઢવા માટે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. જોકે આજ દિવસ સુધી પોલીસ સ્ટેશન તરફથી કોઈ જવાબ રજુ કરવામાં આવ્યો નથી. અરજદારે જુલુસમાં ઉપયોગ કરાતી તમામ ચીજ વસ્તુઓના ઉપયોગ કરવાની પરવાનગી કોર્પોરેશન પાસેથી લઈ લીધી છે, ત્યારે પોલીસ સ્ટેશન પરવાનગી આપવામાં વિલંબ કેમ કરી રહ્યું છે. કમિટિ છેલ્લા 40 વર્ષથી તહેવાર નિમિતે ઝુલુસ કાઢતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

અરજદાર તરફે રિટમાં દલીલ કરવામાં આવી છે કે, જુલુસ કાઢવા માટેની સત્તા પોલીસ કમિશ્નર પાસે છે, ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેમ આ મુદે અરજી કરાવવામાં આવે છે. ગત વર્ષે પણ ઈદ-એ-મિલાદના એક દિવસ પહેલાં રાત્રે આઠ વાગ્યે ગાયકવાડ પોલીસ સ્ટેશનને જુલુસ કાઢવા માટે કમિટિને પરવાનગી ન આપતા અરજદારને નુકસાન થયું હતું અને આ વર્ષે પણ પરવાનગી મુદે પોલીસ સ્ટેશન દ્વારા કોઈ વલણ સપષ્ટ ન કરાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે,આ વર્ષે ઈદ-એ-મિલાદની ઉજવણી 10મી નવેમ્બરના રોજ થશે. ઈસ્લામ ધર્મના મહાન પૈયગમ્બરની જન્મજયંતિ નિમિતે ઈદ-એ-મિલાદની ઉજવણી થતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details