કોલેજીયમની ભલામણ છતાં કેન્દ્ર સરકારે કિન્નાખોરી રાખીને રવિશંકર ઝાને 10મી જૂનથી મધ્ય પ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ જાહેર કરતા ગુજરાત હાઈકોર્ટના બાર એસ્સોશિયનએ આ મુદે નારાજગી વ્યકત કરતા બેઠક યોજી હતી. જેમાં વડાપ્રધાન, કેન્દ્રિય કાયદા મંત્રી અને ભારતના ચીફ જસ્ટીસને ડ્રાફ્ટ લખી કોલેજીયમની ભલામણ અકીલ કુરેશીને મધ્ય પ્રદેશ, હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક કરવાની માગ કરી હતી.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટીસ અકીલ કુરેશીની મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક ન કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટના બાર. કાઉન્સિલના પ્રમુખ યતિન ઓઝાએ બેઠકમાં સભ્યોના અભિપ્રાય માંગ્યા હતા. ત્યારબાદ ડ્રાફટ લખવાની જાહેરાત કરી હતી. આ મુદે ચીફ જસ્ટીસ, કાયદા મંત્રી સાથે મુલાકાત કરવાની માગ કરી હતી. આ મુદે કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો જસ્ટીસ અકીલ કુરેશીની ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક ન થવા બાબતે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના વકીલ એક દિવસ માટે હડતાલ પર જવાનો દાવો કર્યો હતો.