અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના (Gujarati Film Industry) એક ફિલ્મ નિર્માતા અને લેખક દ્વારા, આ સાથે જ હાઇકોર્ટમાં જે અરજી (Petition in High Court by film producer) કરવામાં આવી છે એમાં અરજદારે રજૂઆત કરી છે કે, આશરે 12 જેટલીગુજરાતી ફિલ્મોને જૂની 2016 ની સબસીડીની નીતિ મુજબ, (Government subsidy to Gujarati film) સબસીડી ચૂકવવાના બદલે તેમને નવી નીતિ 2019 મુજબ કરોડો રૂપિયા ચૂકવ્યા છે. આ તમામ ફિલ્મો વર્ષ 2016, 2017 અને વર્ષ 2018માં ફિલ્મી પડદે રજૂ થઈ હતી, તો તે તમામ ફિલ્મોને જૂની સબસીડી 2016 મુજબ સબસીડી મળવાપાત્ર હોય છે, પરંતુ તેમને નવી સબસીડી નીતિ 2019 મુજબ તેમને સબસીડી ચૂકવવામાં આવી છે તે તદ્દન અયોગ્ય છે.
ગુજરાતી ફિલ્મોને મળતી સબસીડી પર હાઇકોર્ટમાં કરાઈ મહત્ત્વની માંગ - Petition in High Court by film producer
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના (Gujarati Film Industry) એક ફિલ્મ નિર્માતા અને લેખક દ્વારા હાઇકોર્ટમાં એક એવી અરજી (Petition in High Court by film producer) કરવામાં આવી છે કે, ગુજરાતી ફિલ્મને સરકાર દ્વારા સબસીડી (Government subsidy to Gujarati film) આપવા અંગે જે ડિસેમ્બર 2019 ના રોજ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે એ ઠરાવને રદ કરો.
જૂની સબસીડી મુજબ લાભ અપાય: નવી સબસીડી નીતિ 8 -3- 2019 થી અમલમાં આવેલી છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મોની સબસીડી માટે પેન ડ્રાઈવથી થતું ગુણાંકન કે ગ્રેડેશન એક મોટા છબરડા સમાન છે. સરકારની નીતિ કોઈપણ પ્રકારના ભેદભાવ વગરની હોવી જોઈએ. જો આ તમામ ફિલ્મોને જૂની સબસીડી મુજબ લાભ અપાય છે તો, મારી ફિલ્મને પણ આ જ રીતનો લાભ મળવો જોઈએ. જૂની નીતિ મુજબ સામાન્ય રીતે ફિલ્મ રજૂ થયાના 1 વર્ષમાં સબસીડી માટે અરજી કરવાની રહેતી હતી.
વધારવાની માંગ નકારી: નવી નીતિ મુજબ 13 માસમાં આ અરજી કરવાની હોય છે. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ બાબતે યોગ્ય ફેસલો કરવામાં આવશે. સાથે જ રાજ્યના માહિતી વિભાગના, ફિલ્મ સ્ક્રિનિંગ કમિટીના ચેરપર્સને, એપ્રિલ 2022 ના રોજ તેમની ફિલ્મને મળેલી રૂપિયા 5 લાખની સબસીડી વધારવાની જે માંગ ને નકારી છે તે હુકમને પણ રદ કરો. આ સાથે જ હાઇકોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખી છે અને આગામી સપ્તાહમાં આ અરજી પર વધુ સુનવણી હાથ ધરવામાં આવશે.