અમદાવાદઃવિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવનાર નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity in Narmada)પર પોતાની ફરજ બજાવનાર અધિકારીને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પ્રમોશન આપવાના હાઇકોર્ટના આદેશનું પાલન ન થતાં અરજદાર દ્વારા હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરવામાં (Promotion application as Deputy Collector)આવી હતી. જેને લઇને હાઇકોર્ટની (Gujarat High Court)ચીફ જસ્ટિસે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. 17 જૂન સુધીમાં હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવે એવું પણ હાઇકોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો:આ સમગ્ર મામલે વિગતો જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વીઆઇપી મહેમાનોની દેખરેખ અને તેમના તેમના વ્યવસ્થા માટેની અધિકારી પોતાની ફરજ બજાવે છે. ત્યારબાદ ખાતાકીય પ્રમોશન કમિટી દ્વારા 4- 2- 2016ના રોજ તે અધિકારીની ડેપ્યુટી કલેક્ટરના પ્રમોશનની ભલામણ થયેલી હતી,પરંતુ ત્યારબાદ તેમને કોઈ પ્રમોશન આપવામાં ન આવતા અરજદારે હાઈકોર્ટમાં (Statue of Unity)અરજી દાખલ કરી હતી. આ સમગ્ર કેસ હાઇકોર્ટમાં સીંગલ જજ સમક્ષ ચાલ્યો હતો અને સીંગલ જજે આ કેસને લઇને અરજદારની બાજુ તરફેણ આપતા આદેશ કર્યો હતો કે નવેમ્બર 2021માં અરજદારને ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ આદેશનું પાલન ન કરવામાં ના આવતા અરજદારે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરી છે.
આ પણ વાંચોઃSokhada Haridham Controversy: ગુણાતીત સ્વામીના મોત મામલે હાઇકોર્ટેને અવગત કરાયા
ફરિયાદ નોંધાયા બાદ અરજદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા -આ સમગ્ર કેસ દરમિયાન રાજ્ય સરકારના વકીલની રજૂઆત હતી કે, અરજદારને ખાતાકીય પ્રમોશન કમિટી દ્વારા 4 -2 -2016ના રોજ ડેપ્યુટી કલેક્ટરના પ્રમોશનની ભલામણ થયેલી હતી પરંતુ આ પછી થોડા સમય બાદ જ અરજદાર સામે 19-06-2016 ના રોજ એસીબીમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ નોંધાયા બાદ અરજદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અધિકારીઓના પ્રમોશન માટે સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું હતું તેમ આ અરજદારનું નામ બાકાત કરી નાખવામાં આવ્યું હતું અને જેને લઇને તેમને કોઈપણ જાતનું પ્રમોશન આપવામાં આવ્યું નથી.