અમદાવાદની યુવતીના પરિવારજનો હરિયાણા સ્થિત બાબા રામપાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવા હાઇકોર્ટમાં રિટ દાખલ કરી છે.પરિવારજનો દ્વારા યોગ્ય સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરાયા હોવા છતાં કોઈપણ પ્રકારના પગલા ન લીધા હોવાથી હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.આશ્રમમાં શંકાસ્પદ મૃત્યુના કેસની તપાસ આજ દિવસ સુધી ન કરવામાં આવી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આશ્રમમાં શંકાસ્પદ મોત કેસમાં બાબા રામપાલ વિરુદ્ધ FIR નોંધાવવા હાઇકોર્ટમાં રિટ - FIR against Baba Rampal
અમદાવાદ : શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં યુવતીના માતા-પિતાને પ્રવેશવાનો મામલો હજી શમ્યો નથી. ત્યારે હરિયાણાના બાબા રામપાલજી મહારાજના આશ્રમમાં યુવતીના શંકાસ્પદ મોત મુદ્દે FIR દાખલ કરવવા યુવતીના પરિવારજનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
etv bharat ahmedabad
અરજદારની માંગ છે કે, બાબા રામપાલ ઉર્ફે સંત રામપાલજી મહારાજ વિરોધ IPCની કલમ 302, 354, 506, 509 અને 114 મુજબ કાર્યવાહી કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં રિટ દાખલ કરાઇ છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાઈ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.