ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારે મસ્જિદમાં ઈદની નમાઝની પરવાનગી નહીં, ઘરમાં જ નમાઝ અદા કરવાની અપીલ - Permission to offer prayers in the mosque

ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર રમઝાન ઈદના માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત ચાંદ કમિટી દ્વારા પત્ર લખી રમઝાન મહિનાના આખરી શુક્રવાર અને ઈદના દિવસે મસ્જિદમાં નમાઝ અદા કરવા માટેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી છે.

mosque
મસ્જિદ

By

Published : May 22, 2020, 2:08 PM IST

અમદાવાદ : ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ અને અમદાવાદના શાહી ઈમામ મુફ્તી શબ્બીર અહેમદ સાહેબે જણાવ્યું હતું કે, ઈદની નમાઝ મસ્જિદમાં અદા કરવા માટે પરવાનગી માંગતો પત્ર લખ્યો હતો. જો કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પરવાનગી આપી નથી. સરકારે જે 3 થી 4 લોકોને મસ્જિદમાં નમાઝ પડવાની છૂટ આપી છે. તેઓ ઈદની નમાઝ મસ્જિદમાં અદા કરી શકશે. મુફ્તી શબ્બીર અહેમદ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સમુદાય પર ખતરો કે ડર હોય તેવા માહોલમાં ઈદની નમાઝ વાજીબ નથી. જેથી મુસ્લિમ સમુદાયના લોકો ઘરે જ ઇદના દિવસે સૂરજ ઉગ્યાના 20 મિનિટ પછી 2 રકાત નફલ નમાઝ અલ્લાહના પ્યારા નબી મોહમ્મદ સાહેબની સુન્નત પ્રમાણે અદા કરે. આ બે રકાત નફલ નમાઝ બાદ અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લાઈલાહા ઇલલ્લાલાહો, વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, વલ્લીલાહીલ હમ્દ 34 વાર પઢે.

સરકારે મસ્જિદમાં ઈદની નમાઝની પરવાનગી ન આપતા મુસ્લિમ સમુદાય ઘરમાં બે રકાત નફલ નમાઝ પડે
ઈદના દિવસે બે રકાત સુન્નત નમાઝ વિશે વાતચીત કરતા મુફ્તી સાહેબે જણાવ્યું કે, પ્યારા નબી મોહમ્મદ સાહેબ ઈદની નમાઝ અદા કર્યા બાદ ઘરે આવી બે રકાત નફલ નમાઝ અદા કરતા, સમયની સાથે આ સુન્નત નમાઝ વિસરાઈ ગઈ. જેથી આ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે આપણે અલ્લાહના નબી મોહમ્મદ સાહેબની સુન્નત નમાઝને ફરીવાર જીંદા કરવાની જરૂર છે, અને ઘરે સૂરજ ઉગ્યાના 20 મિનિટ પછી પુરુષ અને સ્ત્રી બંને બે રકાત નફલ અલ્લાહના નબીની સુન્નત મુજબ નમાઝ પડીએ.અગાઉ ગુજરાત ચાંદ કમિટી તરફે ઈદ અને રમઝાન મહિનાના આખરી શુક્રવારના દિવસે નમાઝ મસ્જિદમાં અદા કરવા માટે રાજ્ય સરકાર પાસે પરવાનગી માંગી હતી. નોંધનીય છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને માર્ચ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે હાથ લીધેલી સુઓ મોટોમાં કોર્ટે ધાર્મિક સ્થળો પર એકત્ર ન થવાનો આદેશ કર્યો હતો. દેશભરમાં જારી કરાયેલા લૉકડાઉન બાદ તરત જ હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. મુફ્તી શબ્બીર અહેમદ સાહેબે જણાવ્યું હતું કે, જ્યારથી લૉકડાઉનના નિયમો લાગુ કરાયા છે. ત્યારથી મસ્જિદોમાં તેના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ અંગે મુસ્લિમ સમાજને પણ ઘરમાં જ નમાઝ પઢવા અપીલ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં સરકારની મંજૂરી પ્રમાણે માત્ર 3 થી 4 લોકોની હાજરીમાં જ મસ્જિદમાં નમાઝ પઢવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details