ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ મુંબઇ રુટ પર ખાનગી ટ્રેનને લીલીઝંડી

અમદાવાદ: ભારતીય રેલવે તરફથી લખનઉ-દિલ્હી રૂટ બાદ હવે અમદાવાદ-મુંબઈ રૂટ પર ખાનગી ટ્રેન ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલયે અમદાવાદથી મુંબઈ રૂટ પર ખાનગી ટ્રેન ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે. રેલવે મંત્રાલયનાં આ નિર્ણય પર અમદાવાદ મુંબઈ માટે તેજસ એક્સપ્રેસ ટ્રેન IRCTCVને સોંપવામાં આવશે.

રેલવે મંત્રાલયે અમદાવાદથી મુંબઈ રૂટ પર ખાનગી ટ્રેન ચલાવવા માટે આપી મંજૂરી

By

Published : Sep 11, 2019, 2:35 PM IST

Updated : Sep 11, 2019, 5:34 PM IST

અમદાવાદ મુંબઈ રૂટ પર તેજસ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન IRCTC દ્વારા કરવામાં આવશે. હાલ તો અમદાવાદમાં આ તેજસ ટ્રેનના કોમ્પાર્ટમેન્ટ આવી ચુક્યા છે. પરંતુ, શરૂઆતની કોઈ ઔપચારિક તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. રેલવે મંત્રાલયે IRCTCને આ બંને પ્રાઇવેટ ટ્રેનનું ભાડું નક્કી કરવા માટે છૂટ આપી દીધી છે.

રેલવે મંત્રાલયે અમદાવાદથી મુંબઈ રૂટ પર ખાનગી ટ્રેન ચલાવવા માટે આપી મંજૂરી

અમદાવાદ - મુંબઈ અને લખનઉ-દિલ્હી વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું થોડા સમયમાં જ IRCTC દ્વારા નક્કી કરવામાં આવશે. આ બંને ખાનગી ટ્રેનોનું ભાડું ડાયનેમિક અથવા તો ફ્લેક્સિબલ હશે. ડિમાંન્ડ મુજબ ભાડામાં ફેરફાર કરવામાં આવશે. આ ટ્રેનમાં કોઈપણ પ્રકારનાં રેલવે પાસની કે અન્ય કોઈ સુવિધા આપવામાં આવશે નહીં. અમદાવાદ મુંબઈ રૂટ પર પહેલા રેલવે મંત્રાલયે લખનઉ-દિલ્હી રૂટ માટે તેજસ એક્સપ્રેસને IRCTC દ્વારા પ્રાઇવેટ પ્લેયરનાં માધ્યમથી ચલાવવા માટે નિર્ણય કર્યો હતો. અહીંયા પણ ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ IRCTCને તેજસ એક્સપ્રેસ ચલાવવા માટે આપવામાં આવ્યો છે.

Last Updated : Sep 11, 2019, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details