ખેડૂત આગેવાનોએ વધુમાં ઉમેર્યું કે, પેપ્સીકોએ સરકાર સાથેના વાટાઘાટા બાદ જાહેરાત કરી છે. રાજ્ય સરકાર જાહેરાત કરે કે, તેમના વચ્ચે શું વાતચીત થઈ છે અને ખેડૂતો પર PPV & FR Act 2001ની કલમ 39(1) (4) મુજબ જે દાવા અને કેસ કરવામાં આવ્યા છે તે, વિના શરતે પરત ખેંચવામાં આવ્યા છે. વધુમાં અમને કેસ પાછો ખેંચાયો હોય તેવો કોઈ સતાવાર ઓર્ડર હજી સુધી મળ્યો નથી. જેથી આજે ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ 30 થી 40 સભ્યોની બેઠક યોજવામાં આવશે જેમાં આગળની રણનીતિ ઘડાશે.
પેપ્સીકોના દાવાને અંગ્રેજો દ્વારા ઉભી કરાયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની છેતરપીંડી સાથે સરખાવવામાં આવી હતી. ખેડૂતો મત પ્રમાણે કંપનીને તેમની વિરૂધ એવો દાવો કરવાની કોઈ સત્તા જ નથી. ગત વર્ષે આવી જ રીતે અરવલ્લીના 5 ખેડૂતો વિરૂધ પેપ્સીકોએ 20 લાખ રૂપિયાનો દાવો માંડ્યો હતો. જો કે, આ વર્ષે 1.05 કરોડનો દાવો કરવામાં આવતા મીડિયા અને અંતરરાષ્ટ્રીય સ્તરે સરકાર અને પેપ્સીકો પર દબાણ વધતા કેસ પાછો ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી છે, પરતું તેની શરતો શું અથવા આગળ શું રહેશે તે અંગે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. PPV & FR Act 2001 Act હેઠળ કરાર કરીને ખેડૂતોને લુંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 1.05 કરોડ રૂપિયાનો દાવો એટલે ખેડૂત સંપિત અને બધુ વેંચી નાખે તેમ છતાં ભરપાઈ શક્ય નથી.