આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. જીગર શ્રીમાળીએ જણાવ્યું હતું કે, કિડનીની વિવિધ બીમારીઓથી પીડાતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે લોકોની જીવનશૈલી બદલાવવા વિશે માહિતીનો પ્રસાર કરવો અત્યંત આવશ્યક છે. જેથી તેમને બીમારીમાં ભોગ બનતા રોકી શકાય.
આધુનિક ટૅક્નૉલૉજી અને વાજબી કિંમતે લોકોને મળશે સારવાર - કીડની ડોનેશન
અમદાવાદ : કિડનીની બીમારીથી પીડાતા લોકોને વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરવાના ઉદ્દેશ સાથે કિડની હોસ્પિટલનો પ્રારંભ કરાયો છે. આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા.
etv bharat
આ ઉપરાંત ગુજરાતના લોકો ઓર્ગન ડૉનેશનની મહત્વતાને ખુબ જ સારી રીતે સમજે છે. પરંતુ કીડની ડૉનેશન અંગેની જાગૃતિનો ફેલાવો થાય તે પણ અત્યંત જરૂરી છે. આજે મોટી સંખ્યામાં લોકોને કિડનીની બીમારી થવાથી લાંબા સમય સુધી ડાયાલિસીસના સહારે રહેવું પડે છે. લોકોમાં કિડની ડોનેટ કરવાની જાગૃતિ ફેલાવવાથી આગામી સમયમાં સમયસર ટ્રાન્સલેટ દ્વારા વધુ સંખ્યામાં લોકોને મોત અટકાવી શકાશે તથા તંદુરસ્ત સમાજના નિર્માણમાં સપનાને સાકાર પણ કરી શકાશે.