- વાવાઝોડાના પગલે સ્થળાંતર કરાયું
- કોરોના કાળની વચ્ચે તૌકતે વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી
- વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો
અમદાવાદઃ માંડલ તાલુકામાં મામલતદાર કચેરીમાં આખી રાત કંટ્રોલરૂમમાં અધિકારીઓ તૌકતે વાવાઝોડાથી સર્જાયેલી સ્થિતિનો ચિતાર મેળવી રહ્યા હતા. માંડલ બજાણીયા પરા તેમજ ઇન્દિરા નગરની ઝુપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકોને પ્રાથમિક શાળામાં લાવીને રહેવા-જમવાની સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ બારડોલીના માંગરોલિયામાં વૃદ્ધાનું ઘર તૂટી પડ્યું
વાવાઝોડાની અસર
માંડલ તાલુકાને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે તંત્રની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. માંડલ તાલુકાના પ્રભાવિત ગામડાઓમાં પુરા, દઢાણા, શેર, વાસણા, રખિયાણા, રિબડી, નાયકપુર, હાંસલપુર, નવાગામ, માનપુરા, દાલોદ, ઓડકી, સીણજ, સીતાપુર, ટ્રેન્ટ, વિઠલાપુર, ઉઘરોજ વગેરે અન્ય ગામોમાં 10 કિ.મી.થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. આ તમામ વિસ્તારમાં પવન અને વરસાદ વરસ્યો હતો.