અમદાવાદમાં સોશિયલ મીડિયા પર નિકોટીન યુક્ત ઇ સિગારેટનું વેચાણ કરતી ટોળકી ઝડપાઇ છે. સાથે જ પાન પાર્લરમાંથી પણ ઈ સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જે પાન પાર્લરમાંથી બાળકોને ઈ સિગારેટ વેચવામા આવી હતી. તે પાનપાર્લરના સંચાલકો વિરુધ્ધ પણ પગલા લેવામા આવ્યા છે. સાયબર ક્રાઇમે 368 જેટલી ઈ સિગારેટ કબ્જે કરી છે. (People were caught selling e cigarettes )
સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ એપ્લિકેશન થકી ઇ સિગારેટની વેચાણ કરતી ટોળકી ઝડપાઇ છે, સાયબર ક્રાઇમએ ખુરશીદ અહેમદ નાગોરી, મોહમ્મદ રેયાન શેખ, સુરેશ ડામોર, નિપેશ કલાસવા અને મુંબઈ તથા ચૈન્નઈથી ઈ સિગારેટ લાવી વેચનાર ભાવિક ડાંગરની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમએ આ ટોળકી પાસેથી 4,37,000 ની 368 નંગ ઇ સિગારેટ કબજે કરી છે. સાથે જ આ ટોળકી કયા કયા પાન પાર્લર સાથે સંકળાયેલી છે. જ્યાંથી ઇ સિગરેટનો વેપલો ચાલે છે..તેની તપાસ કરી રહી છે. (e cigarettes to small children on social media)