અમદાવાદ: કોરોના વાઇરસથી બચવા માનવ શરીરનું મજબૂત પાસું રોગપ્રતિકારક શક્તિ છે. લૉકડાઉનમાં લોકોએ ઘરમાં રહી સંક્રમણ સામે લડવાના અનેક પ્રયાસો તેમજ પ્રયોગો કર્યા હતા. હવે અનલૉકની જાહેરાત બાદ બાગ બગીચા અને વ્યાયામ કરવા માટેના જીમ ખુલી ગયા છે. મોર્નિંગ વૉક , જોગિંગ, વ્યાયામ કરનાર લોકોની સંખ્યાઓમાં બગીચામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે.
કોરોના સામે ઇમ્યુનિટી વધારવા લોકોનો બગીચામાં ધસારો - અમદાવાદમાં કોરોનાની અસર
કોરોના વાઇરસથી બચવા માનવ શરીરનું મજબૂત પાસું રોગપ્રતિકારક શક્તિ છે. લૉકડાઉનમાં લોકોએ ઘરમાં રહી સંક્રમણ સામે લડવાના અનેક પ્રયાસો તેમજ પ્રયોગો કર્યા હતા. હવે અનલૉકની જાહેરાત બાદ બાગ બગીચા અને વ્યાયામ કરવા માટેના જીમ ખુલી ગયા છે. મોર્નિંગ વૉક , જોગિંગ, વ્યાયામ કરનાર લોકોની સંખ્યાઓમાં બગીચામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે.
શહેરના બાગ બગીચા, ખુલ્લા મેદાન, પ્લોટમાં કોરોના કાળમાં લોકો ભેગા ન થાય તે માટે જગ્યા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અનલૉકની જાહેરાતો થતાં બગીચા અને વ્યાયામ શાળાઓ ખુલી ગયા છે. બગીચાઓ ખુલતા જ જોગિંગ, વોકિંગ કે વ્યાયામ કરવા આવતા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ઈમ્યુનિટી વધારવા લોકો મોટી સંખ્યામાં લાફિંગ, યોગા, પ્રાણાયામ જાહેરમાં કરતા જોવા મળે છે.
જોકે, હજુ પણ પરિમલ ગાર્ડન જેવા અનેક બગીચાઓમાં વોકિંગ ટ્રેક , બેઠકો ખુલ્લા મુકાયા છે. જ્યારે આધુનિક કસરતના સાધનો અને ચિલ્ડ્રન પ્લે ગ્રાઉન્ડ વાળા વિભાગને બંધ રાખવામાં આવ્યો છે. જેથી લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકી શકે.