ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામના મજેઠી ગામમાં લોકોને કાયદા અંગે માર્ગદર્શન અપાયું

વિરમગામમાં પાટડી તાલુકાના મજેઠી ગામમાં લોકોને કાયદાકીય માહિતી આપવા માટે દલિત અધિકાર મંચ દ્વારા કાનૂની જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અહીં લોકોએ કાયદાને લગતા તમામ સવાલોના જવાબ મેળવ્યા હતા.

વિરમગામના મજેઠી ગામમાં લોકોને કાયદા અંગે માર્ગદર્શન અપાયું
વિરમગામના મજેઠી ગામમાં લોકોને કાયદા અંગે માર્ગદર્શન અપાયું

By

Published : Oct 17, 2020, 7:10 PM IST

  • વિરમગામમાં કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો
  • લોકોને કાયદાકીય માહિતી અંગે જાગૃત કરાયા
  • દલિત અધિકાર મંચ દ્વારા સેમિનારનું આયોજન
  • લોકોએ મેળવ્યા પોતાના સવાલોના જવાબ


વિરમગામઃ પાટડી તાલુકાના મજેઠી ગામે નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા કાનૂની જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેમિનારમાં મુખ્ય અતિથિ પ્રશાંત ચાવડા (વકીલ, ગુજરાત હાઇકોર્ટ અને લીગલ એડવાઈઝર, દલિત અધિકાર મંચ) કિરીટ રાઠોડ (સંયોજક, દલિત અધિકાર મંચ) નવઘણ પરમાર, ખોડા રાઠોડ, પ્રવીણ માસ્તર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વિરમગામના મજેઠી ગામમાં લોકોને કાયદા અંગે માર્ગદર્શન અપાયું

સેમિનારમાં હાજર નિષ્ણાતોએ લોકોને આપ્યું માર્ગદર્શન

સેમિનારમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો હાજર રહ્યા હતા. પ્રશાંત ચાવડા દ્વારા આજુબાજુના ગામોના હાજર રહેલા લોકોને મૂંઝવતા સવાલોમાં કાનૂની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યારે કિરીટ રાઠોડએ પણ તાલુકાના અનુસૂચિત જાતિના અધિકારો વિશે વાત કરી હતી. આ સમગ્ર સેમિનારનું સંચાલન સ્થાનિક જીવનભાઈ, સેંધાભાઈ, દશરથભાઈ અને ખોડાભાઈ રાઠોડ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details