ગુજરાત

gujarat

#CoronaEffect: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે, પરંતુ દર્શન ઘેર બેઠા થશે

By

Published : May 11, 2020, 3:53 PM IST

Updated : May 11, 2020, 4:01 PM IST

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહી તેના પર પ્રશ્નાર્થ સર્જાયો છે. પણ કેન્દ્ર સરકારે ઓડિશાના પુરીમાંથી નીકળતી જગન્નાથજીની રથયાત્રા માટે રથના નિર્માણને લીલીઝંડી આપી દીધી છે પણ કેટલાક નિયમોના પાલન કરવાના રહેશે. ત્યારે હવે આપણને એમ થાય કે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદથી નિકળે છે, તે રથયાત્રા નિકળશે કે કેમ તે સવાલ સૌ કોઇના મનમાં હતો. ત્યારે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું છે કે રથયાત્રા તો નીકળશે, પરંતુ તેમાં મંદિરના પૂજારી જ રહેશે.

જગન્નાથજીની રથયાત્રા લોકોએ ઘરે TV પર જ નિહાડવી પડશે
જગન્નાથજીની રથયાત્રા લોકોએ ઘરે TV પર જ નિહાડવી પડશે

અમદાવાદ : ભારતમાં કોરોના વાઇરસ પોઝિટિવ કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા ક્રમે છે અને તેમાં પણ અમદાવાદ હોટસ્પોટ વિસ્તારમાં આવે છે. હાલ અમદાવાદ ટોટલ શડડાઉનની સ્થિતિમાં છે. જગન્નાથ પુરીમાં રથયાત્રાના રથના નિર્માણની મંજૂરી આપી છે, પણ કેટલીક શરતોને આધીન. તો હવે અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહી.? આ તકે અમદાવાદના જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિર ટ્રસ્ટ રથયાત્રા અંગે 20મી મે એ નિર્ણય કરે છે. ટ્રસ્ટીઓ અમદાવાદની વર્તમાન સ્થિતિ અને સંજોગો અનૂકુળ જોઈને જે તે સમયે યોગ્ય નિર્ણય લેશે.

જગન્નાથજીની રથયાત્રા લોકોએ ઘરે TV પર જ નિહાડવી પડશે
જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે, કોરોના વાઇરસ રૂપી રાક્ષસનો નાશ કરે અને અમદાવાદવાસીઓ રથયાત્રા રંગે ચંગે મનાવે. અષાઢ સુદ બીજ તારીખ 23 જૂન, 2020ને મંગળવારે અષાઢી બીજના દિવસે રથયાત્રા તો નિકળશે અને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્દા અને ભાઈ બલભદ્ર ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નિકળે. જો કે હજુ તો રથયાત્રાને દોઢ મહિનાથી વધુનો સમય બાકી છે, ત્યાં સુધીમાં કોરોના વાઇરસનો અંત થઈ જશે, પરંતુ રથયાત્રા નીકળશે તેમાં માત્ર મંદિરના પૂજારી જ રહેશે એટલે કે કોઈ નગરજનો રથયાત્રામાં ભાગ નહીં લઈ શકે. લોકોએ ઘરે બેઠા TV પર જ રથયાત્રા નિહાળવાની રહેશે. કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનનું રથયાત્રા નીકળવામાં આવશે.
જગન્નાથજીની રથયાત્રા લોકોએ ઘરે TV પર જ નિહાડવી પડશે
Last Updated : May 11, 2020, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details