સોમવતી અમાસ નિમિતે રિવરફ્રન્ટ પર પૂજા કરવા લોકો એક્ઠા થયાં
સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
બીજી તરફ તંત્રની પણ જોવા મળી બેદરકારી
સોમવતી અમાસ નિમિતે રિવરફ્રન્ટ પર પૂજા કરવા લોકો એક્ઠા થયાં
સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
બીજી તરફ તંત્રની પણ જોવા મળી બેદરકારી
અમદાવાદ: શાહીબાગ રિવરફ્રન્ટ હાલ તો લોકોની અવજવર માટે બંધ છે, પરંતુ આજે સોમવતી અમાસ હોવાને કારણે લોકો આપ મેળે જ રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતાં. જ્યાં પૂજા કરવા પહોંચેલા લોકોમાં સોશિયલ ડિસ્ટ્સનો અભાવ જોવા મળ્યો હતો અને લોકોએ પણ માસ્ક પહેર્યું નહોતું.
આ અંગે પોલીસ દ્વારા પણ આટલી મોટી સંખ્યામાં લોકો હોવા છતાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો નહોતો. તેમજ તંત્ર દ્વારા પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા હાલ પોલીસ દ્વારા લોકોને પાછા મોકલવાની કામગીરી થઈ રહી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા ત્યાં સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં ના લેવામાં આવ્યા તેને લઈને પણ અનેક સવાલ છે.