દશામાંના વ્રતનો પ્રારંભ, ભક્તોમાં અનેરો ઉત્સાહ - ahmedabad news
અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, ભક્તો ભક્તિમય બન્યા છે. શુક્રવારથી દશામાંના વ્રતની શરુઆતનો પ્રથમ દિવસ છે. સમગ્ર ગુજરાતમાં દશામાંના વ્રતનું ખુબ જ મહત્વ રહેલું છે.
![દશામાંના વ્રતનો પ્રારંભ, ભક્તોમાં અનેરો ઉત્સાહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4015244-thumbnail-3x2-dashama.jpg)
દશામાંના વ્રતનો પ્રારંભ થતા, ભક્તોમાં અનેરો ઉત્સાહ
અમદાવાદમાં દાણાપીઠ ફાયર બ્રિગેડ સ્ટેશન સામે આવેલા પ્રાચીન દશામાંના મંદિર ખાતે ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પ્રથમ દિવસે દશામાંની સાંઢણી અને મૂર્તિ ભક્તો પોતાના ઘરે સ્થાપન કરતા હોય છે. દસ દિવસ દશામાંની પૂજન-અર્ચન કર્યા બાદ દસમાં દિવસે દશામાંની મૂર્તિને નદીમાં પધરાવવામાં આવે છે.
આજથી શરુ થતા દશામાંના વ્રત માટે ભક્તોનો અનેરો ઉત્સાહ