અમદાવાદઃ સૌથી અગત્યની વાત એ છે કે, જ્યારે કોઈ રોગની દવા ના હોય ત્યારે તેનાથી બચવું તે જ સૌથી શ્રેષ્ઠ ઇલાજ છે. તેના માટે માણસની રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય હોવી જરૂરી છે. તો અને તો જ જીવલેણ રોગોથી બચી શકાય છે. તેને ધ્યાનમાં રાખીને ડૉક્ટર્સ પણ વિટામીનની ગોળીઓ દર્દીઓને લખી આપતા હોય છે, પરંતુ કોરોના વાઇરસના ડરથી સ્વસ્થ લોકો પણ વિટામીનની ગોળીઓ મેડિકલ સ્ટોર્સમાંથી ખરીદીને આડેધડ ખાવા લાગ્યા છે, ત્યારે તેનાથી માનવ સ્વાસ્થય પર થતા નુકસાનને લઈને ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે.
કોરોના વાઇરસના ડરથી લોકો ચણા-મમરાની જેમ વિટામીનની ગોળીઓ ખાઈ રહ્યા છે આ વિટામિન્સની દવાઓના વેચાણમાં જુદી-જુદી મેડિકલ સ્ટોર્સના માલિકોએ સામાન્ય દિવસો કરતા કોરોના કાળમાં 4 ગણાથી 10 ગણા જેટલો વેચાણ વધારો સ્વીકાર્યો હતો. જો આંકડાઓ જોઈએ તો વિટામીન-C નું વેચાણ પહેલાં કરતાં 5 ગણું, વિટામીન D3 નું વેચાણ 2.5 ગણું, જ્યારે એઝીથ્રોમાયસિંનનું વેચાણ 2.5 ગણું વધ્યું છે. આ ઉપરાંત હાઇડ્રોક્લોરિકવીન, કોરોના વાઇરસમાં ઉપયોગી થઇ શકે તેવા ઇન્જેક્શન, રેમડેસીવર, ઝીંક પાવડર ઇલેક્ટ્રોલાઇટ પાવડર, વગેરેના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. કોરોના વાઇરસના ડરથી લોકો ચણા-મમરાની જેમ વિટામીનની ગોળીઓ ખાઈ રહ્યા છે ખાસ કરીને આયુર્વેદિક ઉકાળા અને દવાઓ જેમ કે સમસમની વટી, તેજોવટી, અશ્વગંધા વગેરેને લઈને પ્રિવેન્શન શક્ય બન્યું છે, ત્યારે તેનું વેચાણ પણ વધ્યું છે. લોકડાઉનમાં ડૉક્ટરના ક્લિનિક બંધ હોવાથી, ગેસ્ટ્રીક પ્રોબ્લેમમાં પણ વધારો થયો તેને લઈને પેટને લગતી દવાઓ સાથે સામાન્ય દવાઓ જેમ કે ઇનો, પુદિનહારા વગેરેના વેચાણ પણ વધ્યું છે. કોરોના વાઇરસના ડરથી લોકો ચણા-મમરાની જેમ વિટામીનની ગોળીઓ ખાઈ રહ્યા છે અત્યારે મેડિકલમાં આવતા દર 10 માંથી 7 વ્યક્તિ વિટામીનની ગોળીઓ કે ફૂડ સપ્લીમેન્ટ કે પછી કોરોના સામે રક્ષણ આપતી આયુર્વેદિક દવાઓ ખરીદવા આવતા હોય છે. આમ જબરજસ્ત માગમાં ઉછાળા સાથે, ફાર્મા કંપનીઓએ પણ આ વસ્તુઓનો પુરવઠો વધારી દીધો છે. તેમ છતાંય કોઈ દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લેવાવી જોઈએ નહીં. કોરોના વાઇરસના ડરથી લોકો ચણા-મમરાની જેમ વિટામીનની ગોળીઓ ખાઈ રહ્યા છે વિટામીન-સી, વિટામીન-B12, વિટામીન D, ઝીંક અને પ્રોટીન લેવાનું લોકોએ વધુ શરૂ કર્યું છે. પરિણામે હાઇપર વિટામિનની તકલીફ સર્જાઇ શકે છે. અમુક પ્રકારના રોગમાં કેટલાક વિટામીન લઈ શકતા નથી. તેથી એક વ્યક્તિને ડૉક્ટરે લખી આપેલી દવા બીજા વ્યક્તિને અસરકારક થતી નથી. તેથી દેખાદેખી ટાળવી જોઇએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ વર્તવું જોઈએ.વિટામીન-સી પાણીમાં ગળી જાય છે. તેથી શરીરની ઉત્સર્જન પ્રક્રિયામાં તેનો નિકાલ થઈ જાય છે. તેથી તેનો અતિરેક નુકસાન કરતો નથી, પરંતુ ચરબીમાં દ્રાવ્ય વિટામીન-ડ નો અતિરેક સાઈડ ઈફેક્ટ ઉભી કરે છે. ડૉક્ટર સામાન્ય રીતે વિટામિનની ઊણપને પૂર્ણ કરવા દવાઓ લખી આપીને દર્દીનો ઇમ્યુનીટી પાવર વધારતા હોય છે. તેથી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. દરેક વ્યક્તિના શરીરની તાસીર પ્રમાણે તેની દવા માફક આવતી હોય છે. એડવર્ટાઇઝમાં જોઈને કોઈપણ દવા લેવી જોઈએ નહીં. ફૂડ સપ્લીમેન્ટ તરીકે વપરાતા પાવડર પણ ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવાના રાખવા જોઈએ. કારણ કે, તેમાં જાહેરાતોમાં દર્શાવ્યા જેવું કશું હોતું નથી. અત્યારે કોરોના વાઇરસની સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક દવાઓનું ચલણ વધ્યુ છે. પરંતુ અજાણી દવાઓમાં સ્ટીરોઈડ જોવા મળે છે. સ્વસ્થ્ય વ્યકતિએ કોરોના વાઇરસથી બચવા ગરમ પાણી પીવું જોઈએ, નાસ લેવો જોઇએ, લીંબુનું પાણી પીવું જોઈએ અને આયુર્વેદિક ડૉક્ટર્સ દ્વારા કે આયુષ મંત્રાલય દ્વારા નક્કી કરેલા માપદંડો અનુસાર ઘરે જ ઉકાળા બનાવીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ. જરૂરી દવાઓની અછત ઊભી ન થાય તે માટે વિટામિન્સની ટેબલેટનો સંગ્રહ ટાળવો જોઇએ.