ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાનો કહેર યથાવત હોવા છતાં લોકોમાં હજુ પણ માસ્ક પહેરવા અંગે લાપરવાહી - અમદાવાદમાં કોરોનાના કેસ

કોરોના વાઇરસની મહામારી વધારે વકરે નહીં તે માટે સરકારે કેટલાક નિયમો કડક બનાવવા પ્રયાસ કર્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે માસ્ક પહેરવા પર વધારે ભાર મૂક્યો છે. જેથી સંક્રમણ અટકાવી શકાય, પરંતુ કેટલાક વાહનચાલકો, વેપારીઓ અને રાહદારીઓ માસ્ક વગર જ ફરતા નજરે પડે છે.

માસ્ક પહેરવા અંગે લાપરવાહી
માસ્ક પહેરવા અંગે લાપરવાહી

By

Published : Jul 1, 2020, 8:43 PM IST

અમદાવાદ: શહેર પોલીસ અને મહાનગરપાલિકાની બનેલી જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (જેટ)ના સભ્યો શહેરમાં માસ્ક વગર ફરતા લોકોને અટકાવી દંડ વસૂલ કરી રહ્યા છે. બુધવારે વહેલી સવારથી જ શાસ્ત્રીનગર વિસ્તારમાં ત્રાટકેલી જેટની ટીમે મોટી સંખ્યામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કર્યો હતો.

કોરોના વાઇરસની ગંભીરતા સમજ્યા વગર માસ્ક વિહોણા ફરતા લોકો પાસેથી રૂપિયા 200નો દંડ વસૂલવામાં આવે છે. દંડ વસૂલ કર્યા બાદ માસ્ક વગર ફરતા લોકોને એક માસ્ક આપી કોરોનાની ગંભીરતા સમજાવવા જેટની ટીમ પ્રયત્ન કરે છે.

ABOUT THE AUTHOR

...view details