ગુજરાત

gujarat

ETV Bharat / state

AMCનું સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન, ગાંધી જયંતી સુધીમાં નદી થશે સ્વચ્છ...

અમદાવાદઃ અમદાવાદા મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ શરૂ કરવામાં આવશે. જેમાં બે ઓક્ટોબર ગાંધી જયંતી સુધીમાં સાબરમતી નદીને સ્વચ્છ કરી દેવામાં આવશે. સાબરમતી નદીમાં ટ્રીટ વોટર ઠાલવવામાં આવશે. સુજલામ-સુફલામ યોજના હેઠળ નદીનું શુદ્ધિકરણ કરવામાં આવશે.

અમદાવાદ

By

Published : May 28, 2019, 6:15 PM IST

આ માટે ચાર મહિનામાં ચાર તબક્કામાં ચાર મહત્વના કામો કરવામાં આવશે. જેમાં

(1) નદીમાં ભરાયેલું ગંદુ પાણી બહાર કાઢવામાં આવશે

(2) નદીમાં આવતું ગટરનું પાણી બંધ કરાશે

(3) સુકાયેલા કચરો સાફ કરવામાં આવશે

(4) વરસાદી અને ટ્રીટ વોટરથી પાણી ભરવામાં આવશે.

ત્યારબાદ 5 જૂનના રોજ સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં સાબરમતી નદીની સફાઈનું અભિયાન શરૂ કરાશે. જેમાં 10 હજારથી વધુ લોકો હાજર રહેશે.

સાબરમતી સફાઇ અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા અને મેયર બિજલ પટેલે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની ઓળખ સમી સાબરમતી નદીમાં વર્ષોથી ગંદુ પાણી વહેતું હતું. જેથી મુખ્યપ્રધાનની સૂચના અનુસાર સાબરમતી નદી સફાઈ મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. હાલ સાબરમતી નદીનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે. ત્યારે 90 ટકાથી વધુ ગંદુ પાણી નીકળી ગયું છે અને 5 જૂન સુધીમાં 95 ટકા જેટલા ગંદા પાણીનો નિકાલ થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details