થોડા સમય પહેલા બિગબોસ ફેમ એજાઝ ખાનનો વીડિયો સોશિયલ મીડિયમાં વાઈરલ થયો હતો. જેમાં એજાઝ ખાને ભડકાઉ વાતો કરી હતી. આ વીડિયોને લઈને પાયલ રોહતગી દ્વારા આક્ષેપ કરાયા છે. જેમાં એજાઝે આ વીડિયો દ્વારા પોતાને બદનામ કર્યો છે તેમજ તેના ચરિત્ર અંગે ખોટી વાતો કરી છે.
અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદમાં, સાઈબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
અમદાવાદ: ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદ સાયબર ક્રાઈમમાં ટીવીના રીયાલીટી શો બિગબોસ ફેમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. થોડા દિવસો અગાઉ એજાઝ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એજાઝ દ્વારા ભડકાઉ વાતો કરવામાં આવી હતી. જે અંગે પાયલે આક્ષેપ કર્યો છે કે, વીડિયો દ્વારા એજાઝે તેને બદનામ કરવાની કોશિશ કરી છે અને તેના ચરિત્ર અંગે પણ ખોટી વાતો કરી છે.
આ આક્ષેપ સાથે પાયલ રોહતગી તેના વકીલ સાથે સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. સાયબર ક્રાઈમે પાયલની માત્ર અરજી જ લીધી હતી, કારણ કે વીડિયો અંગે મુંબઈમાં પણ ગુનો દાખલ થયેલો છે. જેમાં એજાઝ ખાનની ધરપકડ થઇ ચુકી છે. તેમ છતાં સાયબર ક્રાઈમે પાયલની અરજી સ્વીકારીને અરજી મુંબઈની પોલીસને મોકલી આપવા જણાવ્યું હતું.
એજાઝ ખાનના વીડિયોમાં બે સમુદાય વચ્ચે પણ અસ્પૃશ્યતા ફેલાય તે પ્રકારની ભડકાઉ વાતો કરવામાં આવી હતી. પાયલે એવો પણ આક્ષેપ કર્યો છે કે, વીડિયોમાં પાયલને અપમાનિત કરવામાં આવી છે. તે કઈ ફિલ્મમાં કામ કરે છે, તે અંગે પણ એજાઝે ટીપ્પણી કરી છે. આમ પાયલની છબી ખરાબ થાય તે પ્રકારની ટીપ્પણી એજાઝે વીડિયોમાં કરી છે.