અમદાવાદ ડેસ્ક: 51 શક્તિપીઠ પૈકીનું મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ અને ભક્તોની સુવિઘા માટે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાઘામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર પાવગઢના વિકાસ માટે વર્ષ- 2017 માં રૂપિયા 121 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. દેશના વડાપ્રઘાન મોદીના હસ્તે તારીખ 18 મી જૂન, 2022 ના રોજ રુપિયા 121 કરોડના કામોનું લોકાર્પણ અને મંદિરની ઘ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. પણ હવે મંદિર સુધી રોપ-વે સુવિધા પહોંચતા ભાવિકોને મોટી રાહત થવાની છે.
મંદિરની રોનક બદલાઇ ગઇ:સરકાર દ્વારા સમગ્ર પાવાગઢના સર્વાંગી વિકાસ બે તબક્કામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે. પાવગઢમાં ફેઝ- 1 માં પાવગઢમાં વાયડનીંગ ઓફ પાથ-વે, ટોયલેટ બ્લોક, પોલીસ બુથ, વોટર હટ, સીટીંગ પેવેલીયન, ચોક, ઓટલા, ફુડ કોર્ટ, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, સાયનેજીસ વગેરે વિકાસ કામમાં કરવામાં આવ્યા છે. વાયડનીંગ ઓફ પાથ- વેની કુલ લંબાઇ ૩.૦૧ કિ.મી કરવામાં આવી છે. જેને કુલ ૨૫ સ્ટ્રેચમાં વહેચવામાં આવી છે. જેમાં કુલ- 2374 પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ત્રણ ભાગમાં વહેંચાયેલું:આ રમણીય યાત્રાઘામ તળેટી, માંચી અને મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ફેઝ- ૩માં પાવગઢ યાત્રાઘામમાં તળેટીના વિસ્તાર માંચી ચોક ખાતે ભક્તોને પુરતી પાયાની સુવિઘા ઉપલબ્ઘ કરાવવાનું આયોજન છે. ભક્તોને માંચ ચોક ખાતે ખાણીપીણીના સ્ટોલ, ઇન્ફોર્મેશન સેન્ટર, હેલ્થ, પોલીસ, વોટર સપ્લાય, વીજળી અને એડમીન બ્લોક બનાવવા માટે સરકારે વર્ષ- 2022 -23ના વર્ષમાં રૂપિયા1 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
ટુંક સમયમાં શરૂ: પાવાગઢ યાત્રાઘામ ખાતે આવનારા યાત્રાળુઓની સુવિઘા માટે ફેઝ- 3’એ’ માં માંચી ચોક ખાતે ઓફિસ બ્લોક – એનું બાંઘકામ, ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, શૌચાલય, પ્રવેશ દ્વાર, સાઇનેજીસ, ફાયર- ફાઇટીંગ, વોટર સપ્લાય, ડ્રેઇનેજીસ અને ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી અંદાજે રૂપિયા 13 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. યાત્રાઘામ પાવગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાની વાતને ઘ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફેઝ- 3 - બી માં ચાંપાનેર ખાતે ૨- પાર્કિંગ, ચાંપાનેરના અંદર અને બહારના રસ્તાની કામગીરી, ફોર્ટનું લાઇટીંગ- ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી રૂપિયા 40 કરોડથી વઘુના ખર્ચે કરવામાં આવનાર છે.જેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.
338 કરોડના ખર્ચે: જગતજનનીમાં કાલિકાના મંદિરનો માસ્ટરપ્લાનિંગ કરી તેનો સર્વગ્રાહી વિકાસ થાય તે હેતુંથી સરકારે કુલ પ્રોજેક્ટ રકમ 338 કરોડના ખર્ચે વિવિઘ વિભાગોની કામગીરી માટે નાણાકીય વર્ષ-2023-24 માં નવી બાબત રૂપે રૂપિયા 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેને સૈધ્ધાંતિક મજુરી આપવામાં આવી છે. વડીલો સહિત ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા રોપ- વે એક્સ્ટેશનની કામગીરી હેઠળ મંદિર પરિસર સુઘી પહેાંચી શકાય તે માટે હાઇડ્રોલિક લીફટની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ૫ હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તે માટે ભોજનાલય બનાવવામાં આવનાર છે. રાજય સરકારના આ પ્રયાસોથી આ તીર્થસ્થાનમાં શ્રધ્ધા સાથે સુવિઘાનો સંગમ થશે. જેનાથી વઘુને વઘુ માઇ ભકતો માના દર્શને ઉમટી પડશે.
- Pavagadh Protest: શ્રીફળ અંગેના નિર્ણયનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વિરોધ કર્યો
- Pavagadh news: પાવાગઢ ખાતે ફરી રેન બસેરાની છત પડવાની ઘટના શ્રમિકો દબાયા