અમદાવાદ SVP હોસ્પિટલમાં દર્દીના સગાએ કર્યો બાઉન્સર પર હુમલો, ધટના CCTVમાં કેદ - અમદાવાદ
અમદાવાદઃ SVP હોસ્પિટલમાં દર્દીના સગાની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. પ્રવેશ પાસ માંગવા પર દર્દીના સગાએ સિક્યોરીટી અને અન્ય ગાર્ડને માર માર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રવેશ પાસ માગતા SVP હોસ્પિટલના સિક્યોરીટી પર દર્દીના સગાએ હુમલો કર્યો
શહેરની SVP હોસ્પિટલમાં દર્દીના સગાએ સિક્યોરીટી ગાર્ડ અને બાઉન્સરને માર મર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં દેખાય છે કે કઈ રીતે જયારે સિક્યોરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવતો હતો. ત્યારે એકાએક કોઈ દર્દીના સગા તેના પર તૂટી પડે છે. અને માર મારે છે. એટલું જ નહીં પણ એક ગાર્ડને લાકડી પણ મારવામાં આવે છે. જે જોતા આસપાસ રહેલ લોકો વચ્ચે પણ પડે છે. પરંતુ દર્દીના સગા માર મારવાનું ચાલુ રાખે છે.