અમદાવાદમાં મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી છે કે, તેની પત્નીને 12 જુલાઈએ પથરીનો દુઃખાવો થતો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં બીજા દિવસે તેની પત્નીને રજા આપી દેવામાં આવી હતી, પરંતુ હોસ્પીટલમાં ભરેલા બીલની કાચી ચિઠ્ઠી જ આપી હતી. જે અંગે હિસાબ પૂછતાં વિવાદ થયો હતો અને ત્યારબાદ મહિલાના પતિએ હોસ્પિટલને આ અંગે ફરિયાદ કરતો મેઈલ કર્યો હતો, જેનો યોગ્ય જવાબ પણ મળ્યો નથી.
સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના સગા અને હોસ્પિટલ વચ્ચે ડખો થતાં સામસામે નોંધાવી ફરિયાદ - Hospital
અમદાવાદઃ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના પતિ અને હોસ્પિટલ વચ્ચે બિલને લઈને વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વધતા બંને પક્ષે પોલીસ સ્ટેશનમાં આમને-સામને ફરિયાદ નોંધાવી છે. જેથી વસ્ત્રાપુર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટર્લિંગ હોસ્પિટલ
બીજી તરફ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા સાઈગોન વર્ગીસે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અરવિંદ મહેશ્વરીએ બિલ સુધારા અંગે દબાણ કર્યું હતું, પરંતુ તેમાં કોઈ સુધારો ન કરી અપાતા બીજી વખત આવ્યા હતા. જ્યારે બિલ સુધારવાની ના પાડતા અપશબ્દો બોલવા લાગ્યા હતા. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કે, આખરે મામલો શુ છે.