ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન ફરી સક્રિય થાય તેવી શકયતા - Patidar reservation

ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતાઓ ફરી સક્રિય થયા છે. તેમણે સાથે મળીને 2015 જેવું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદના વસ્ત્રાલમાં પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં બેઠક મળી હતી. પાસની ચિંતન શિબિરમાં અલ્પેશ કથીરિયા, ગીતા પટેલ, મનોજ પનારા, જયેશ પટેલ, દિનેશ બાંમભણીયા, નિખિલ સવાણી, ધાર્મિક માલવીય, બ્રિજેશ પટેલ, સહિતના તમામ કન્વીનર તથા કોંગ્રેસ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ હાજર રહ્યાં હતાં. કિંજલ પટેલે પણ પાસમાં ઝંપલાવ્યું છે.

પાટીદાર આંદોલન ફરી સક્રિય થાય તેવી શકયતા
પાટીદાર આંદોલન ફરી સક્રિય થાય તેવી શકયતા

By

Published : Feb 10, 2020, 7:02 PM IST

Updated : Feb 10, 2020, 10:24 PM IST

અમદાવાદઃ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે જણાવ્યું હતું કે, આપણો સમય આવશે ત્યારે આ તાનાશાહોના સરનામાં બદલાવી નાંખીશુ. 20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા અને તેના જીવને ચોક્કસ જોખમ છે. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. મંતવ્ય બધાના ભલે અલગ હોય મંજિલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ.' આ સાથે કિંજલે કહ્યું કે, 'હાર્દિક 18 તારીખથી ઘરે નથી આવ્યાં. આપણે કોઇ પણ ખોટા કામ નથી કર્યા, કોઇપણ બે નંબરનાં કામ નથી કર્યા. આપણે સમાજનાં હિતની વાત કરી છે. તો ડર્યા અને ગભરાયા વગર જેમ લડતા આવ્યાં છીએ તેમ જ લડતા આવવાનું છે. આપણે સત્યનાં માર્ગે છે તો સત્ય પરેશાન થાય છે, પરાજીત નથી થતું. '

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન ફરી સક્રિય થાય તેવી શકયતા

શિબિરમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, 'તમામ જિલ્લા કક્ષાએ આવેદન પત્ર આપીશું અને ત્યાર બાદ આંદોલન સમયે મધ્યસ્થી બનેલા સંસ્થાનાં અગેવાનને મળીને કેસ પાછા ખેંચાય તે માટે સરકારને રજૂઆત કરે તથા સંસ્થાનાં આગેવાન સરકારને રજૂઆત કરે. જે બાદ પણ સરકાર હકાત્મક વલણ નહિં રાખે તો 2015 જેવું આંદોલન ફરીથી કરીશું.'

Last Updated : Feb 10, 2020, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details