અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ સામેના અનેક કેસોમાં હાર્દિક કોર્ટમાં હાજર ન રહેતા તેની ધરપકડ કરવામાં આવી છે. એક બાદ એક અનેક કેસમાં હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. જેથી હાર્દિકની પત્ની કિંજલે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, સરકાર દ્વારા હાર્દિકની મુશ્કેલીઓ વધારવામાં આવી રહી છે.
હાર્દિકની પત્ની કિંજલે મોરચો માંડ્યો, કહ્યું- પાટીદાર આંદોલન વખતના પોલીસ કેસ પાછા ખેંચો નહીં તો થશે આંદોલન - આંદોલન
કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની વધતી જતી રાજકીય મુશ્કેલી અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિર્દોષ પાટીદાર યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા બાબતે હાર્દિકની પત્ની કિંજલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચવા આવેદનપત્ર સાથે આદોલનની ચીમકી
પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પણ સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવ્યા નથી, આ કેસો તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને હાર્દિકને રાહત આપવામાં આવે તેવી રજૂઆત સાથે કિંજલ પટેલ અને સમાજના આગેવાનોએ અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
હાર્દિકના પત્ની કિંજલ પટેલે જણાવ્યું હતું કે, આજે તેઓ સરકાર સમક્ષ શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા આવ્યાં છે. જો સરકાર દ્વારા રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે, તો પાટીદાર આંદોલન ફરીથી શરૂ કરવામાં આવશે.