- પાટડી BOB ના મેનેજર કોરોનાગ્રસ્ત
- BOB બેન્ક અનિશ્ચિત મુદ્દત માટે બંધ
- દિવાળી તહેવાર ટાણે જ બેન્ક બંધ રહેતા લોકોમાં રોષ
અમદાવાદ: પાટડી બેન્ક ઓફ બરોડાના મેનેજર કોરોનાગ્રસ્ત થતા બેન્કને અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી છે. બેન્ક બહાર બેન્ક ક્યાં સુધી બંધ રહેશે, તે બોર્ડ મુકવામાં આવ્યું નથી. કોઇ સુચના આપવામાં ન આવતા બહારગામથી આવતા ખાતેદારો ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.
પગાર અને વૃદ્ધા પેન્શન લેવા આવતા નાગરીકોને હેરાની
પાટડી બેન્ક ઓફ બરોડાના મેનેજર કોરોના ગ્રસ્ત થતા બેન્કને અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી છે. મળતી જાણકારી મુજબ પાટડીમાં બેન્ક ઓફ બરોડાના મેનેજર તથા અન્ય એક કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા બેન્કનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે. બેન્ક કેટલા દિવસ બંધ રહેશે, તે બાબતે કોઈ બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી. બેન્કમાં લેવડ દેવડ માટે ગામડેથી વાહનમાં આવતાં લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. પગાર અને વૃદ્ધા પેન્શન લેવા આવતા નાગરીકોને ધરમના ધક્કા પડી રહ્યા છે.