ગુજરાત

gujarat

ETV Bharat / state

પરદેશ જવા પાસપોર્ટની પડાપડી, અમદાવાદમાં પાસપોર્ટની અરજીઓ બે વર્ષમાં થઈ બમણી

અમદાવાદમાં પાસપોર્ટની (Passport applications in Ahmedabad)અરજીઓ બે વર્ષમાં બમણી થઈ ગઇ છે.પાસપોર્ટ કેન્દ્ર પર પાસપોર્ટ માટે આવતી અરજીમાં મોટો ઉછાળો નોંધાયો છે.ગુજરાતની પાસપોર્ટની રિજિનલ કચેરી દ્વારા પાસપોર્ટનું વેઈટિંગ લિસ્ટ ઘટાડવા માટે (Passport applications Ahmedabad doubled two years) અને પેન્ડિંગ અરજીઓનો ઝડપભેર નિકાલ કરવા માટે શનિવારે પાસપોર્ટ સેવા કેન્દ્રો ચાલુ રાખવાની સાથે ખાસ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.

પરદેશ જવા પાસપોર્ટની પડાપડી, અમદાવાદમાં પાસપોર્ટની અરજીઓ બે વર્ષમાં થઈ બમણી
પરદેશ જવા પાસપોર્ટની પડાપડી, અમદાવાદમાં પાસપોર્ટની અરજીઓ બે વર્ષમાં થઈ બમણી

By

Published : Dec 29, 2022, 1:07 PM IST

પરદેશ જવા પાસપોર્ટની પડાપડી, અમદાવાદમાં પાસપોર્ટની અરજીઓ બે વર્ષમાં થઈ બમણી

અમદાવાદગુજરાતમાંથી પરદેશ જવાનો ટ્રેન્ડદિવસે ને દિવસે વધી રહ્યો છે. પરદેશ જવા માટે અમદાવાદીઓની પડાપડી જોવા મળી રહી છે. અમદાવાદમાં લાલદરવાજા માર્કેટમાં જેમ ખરીદી કરવા માટે પડાપડી થતી હોય છે. તેવી જ પડાપડી પાસપોર્ટ કઢાવવા માટેની (Passport applications in Ahmedabad) અરજીઓમાં થઇ રહી છે. અમદાવાદના પાસપોર્ટ કેન્દ્ર પર પાસપોર્ટ માટે આવતી અરજીમાં મોટો ઉછાળો થયો છે.

જનજીવન સામાન્ય અમદાવાદના પાસપોર્ટકેન્દ્ર પર પાસપોર્ટ માટે (Passport applications Ahmedabad doubled two years) આવતી અરજીમાં મોટો ઉછાળો થયો છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે લોકો વિદેશ ફરવા કે બિઝનેસ ટ્રીપ કરવા માટે જવાનું ટાળતા હતા. પરંતુ હવે જનજીવન પહેલાની જેમ સામાન્ય થતા ફરી એક વાર પાસપોર્ટ કઢાવવા માટેની અરજીઓનો ઢગલો થયો છે.

આ પણ વાંચો પાસપોર્ટની સમસ્યાઓને લઈને નવતર પ્રયોગ ક્રિમિનલ કેસ હોય તો પણ

ચાલુ વર્ષે ખાસ પ્રયત્નપાસપોર્ટ માટેનું વેઈટિંગ લિસ્ટ ઘટાડવા માટે રિજિયોનલ પાસપોર્ટ કચેરીએ ચાલુ વર્ષે ખાસ પ્રયત્ન કર્યા છે, જેમાં વર્ષમાં 24 શનિવારે કચેરીનું કામ ચાલુ રાખીને વધુમાં વધુ અરજીઓનું કામ પૂર્ણ કરવા પ્રયાસ કરાયો છે. સામાન્ય રીતે પાસપોર્ટની કામગીરી સોમવારથી શુક્રવાર જ થતી હોય છે પરંતુ અરજીનો ભરાવો વધતા અને છેલ્લા 2 વર્ષ કરતા 45 ટકા વધુ અરજીઓ આવતા વિભાગના કર્મીઓની પણ કામગીરી બમણી થઈ છે. જેની સામે ન તો તેઓને અન્ય રજા કે વધારાનો પગાર મળ્યો છે. તેઓનો એક માત્ર ઉદ્દેશ્ય અરજદારોને બને એટલું વહેલા પાસપોર્ટ મળી જાય તે હતો. જેના માટે કચેરીના કર્મીઓએ 24 દિવસ એક્સ્ટ્રા એટલે કે એક મહિનો વધી કામ કર્યું છે.

અરજીઓનો આંકડોછેલ્લા 3 વર્ષની વાત કરીએ તો વર્ષ 2020 માં અમદાવાદ રિજિયોનલ કચેરીએ પાસપોર્ટ માટેની 3 લાખ 13 હજાર 432 અરજીઓ આવી હતી. જેની સામે 3 લાખ 19 હજાર 293 પાસપોર્ટ જારી કર્યા હતા. વર્ષ 2021 ની વાત કરીએ તો 4 લાખ 32 હજાર 957 અરજીઓની સામે 4 લાખ 23 હજાર 157 પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. અને ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો અરજીઓનો આંકડો દોઢ ગણો વધીને સીધો 6 લાખ 32 હજાર 90 એ પહોંચી ગયો છે. જેની સામે 6 લાખ 11 હજાર 437 પાસપોર્ટ જારી કરી દેવામાં આવ્યા છે.

પાસપોર્ટ સેવા કેન્દ્રો ગુજરાતની પાસપોર્ટની રિજિનલ કચેરી દ્વારા પાસપોર્ટનું વેઈટિંગ લિસ્ટ ઘટાડવા માટે અને પેન્ડિંગ અરજીઓનો ઝડપભેર નિકાલ કરવા માટે શનિવારે પાસપોર્ટ સેવા કેન્દ્રો ચાલુ રાખવાની સાથે ખાસ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. પહેલા મહિને મળતી અંદાજે 40,000 અરજીઓની સામે હવે 50 થી 60 હજાર અરજીઓ મળી રહી છે. કોરોના નિયંત્રણો દુર થઈ જવા સાથે વિદ્યાર્થીઓ તથા પ્રવાસીઓની પાસપોર્ટ અરજીઓ વધી ગઈ છે. પાસપોર્ટ માટે લાંબી પ્રતિક્ષા કરવી ન પડે અને પ્રક્રિયા ઝડપથી થાય તે માટે રજાના દિવસે પણ કચેરીઓ ચાલુ રાખવામાં આવે છે. અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ કચેરીના ગુજરાતના 26 લોકસભા જિલ્લામાંથી લોકો અરજીઓ કરે છે. જ્યારે સુરતની RPO કચેરી ખાતે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાના અરજદારો પાસપોર્ટ માટે અરજી કરે છે.

ડ્રાઈવ ચલાવીને પાસપોર્ટ ડિસેમ્બર મહિનામાં રિજિયોનલ પાસપોર્ટ કચેરીએ 4 શનિવાર ખાસ ડ્રાઈવ ચલાવીને પાસપોર્ટ સેવા કેમ્પની ખોલીને તત્કાલ અને સામાન્ય શ્રેણીના પાસપોર્ટની અરજીઓનો નિકાલ કર્યો હતો. એક સમાધાન કેમ્પ યોજી જે અરજદારોને પાસપોર્ટમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય તેને દૂર કરવામાં આવી હતી. જેને સારો એવો પ્રતિસાદ મળતા આવો જ એક કેમ્પ જાન્યુઆરી મહિનામાં પણ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતના અરજદારોએક તરફ પાસપોર્ટ માટેની અરજીઓમાં સદંતર વધારો થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદના રિજિયોનલ પાસપોર્ટ કચેરીનો મંજુર 136 સ્ટાફ સામે માત્ર 78 કર્મીઓ જ હોવાથી સ્ટાફ 45 ટકા ઓછો હોવાથી કામનું ભારણ વધી રહ્યું છે. તેવામાં કેન્દ્ર સરકાર આ અંગે ત્વરિત પગલાં લઈને ભરતી કરે તો ગુજરાતના અરજદારોને વધુ સરળતાથી પાસપોર્ટ મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details