ગુજરાત

gujarat

ETV Bharat / state

સોશ્યિલ ડિસ્ટન્સ સાથે જેલ સહાયકની પાસિંગ પરેડ યોજાઈ - ahmedabad corona news

અમદાવાદમાં આવેલી રાજયની વિવિધ જેલો માટેની ટ્રેઇનીંગ એકેડમી, જેલ સ્ટાફ ટ્રેઈનીંગ સ્કૂલ ખાતે દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયા બાદ ગુજરાતમાં પ્રથમ વખત સોશ્યલ ડિસ્ટન્સીંગ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાને અનુસરી પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 218 જેલ સહાયકો માટે 9 માસની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ થતા આ પરેડ યોજાઇ હતી.

passing parade was held with social distance
સોશ્યિલ ડિસ્ટન્સ સાથે જેલ સહાયકની પાસિંગ પરેડ યોજાઈ

By

Published : Jul 21, 2020, 9:40 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં આવેલી રાજયની વિવિધ જેલો માટેની ટ્રેઇનીંગ એકેડમી, જેલ સ્ટાફ ટ્રેઈનીંગ સ્કૂલ ખાતે દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયા બાદ ગુજરાતમાં પ્રથમ વખત સોશ્યલ ડિસ્ટન્સીંગ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાને અનુસરી પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 218 જેલ સહાયકો માટે 9 માસની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ થતા આ પરેડ યોજાઇ હતી.

સોશ્યિલ ડિસ્ટન્સ સાથે જેલ સહાયકની પાસિંગ પરેડ યોજાઈ
અમદાવાદની જેલ સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલ ખાતે દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. જેમાં રાજયભરની કુલ 24 જેલના અને અન્ય 2 કચેરીઓના એમ કુલ 218 તાલીમાર્થીઓને સતત 9 માસ સુધી જેલ ઍડમિનીસ્ટ્રેશન, IPC, CRPC, માનવઅધિકારો, ક્રિમીનીલોજી, સાઇકોલોજી જેવા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે. તાલીમાર્થીઓ કોમ્યુટર અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સીક સાયન્સ જેવા વિષયોના ઉંડાણપૂર્વક અભ્યાસ સાથે ઈન્ડોર તાલીમ, પરેડ, પી.ટી., વિવિધ ડ્રીલ અને હથિયારોની આઉટડોર તાલીમ લઈ જેલ ખાતે ફરજ બજાવવા સુસજજ બન્યા છે.
સોશ્યિલ ડિસ્ટન્સ સાથે જેલ સહાયકની પાસિંગ પરેડ યોજાઈ
ગુજરાતના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા જેલ સ્ટાફ ટ્રેઇનીંગ સ્કૂલ ખાતે સોશ્યિલ ડિસ્ટન્સીગ તેમજ સરકાર દ્વારા જાહેર ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર’ની સંપૂર્ણ અમલવારી કરી ગુજરાતમાં પ્રથમ વખત આવી અનોખી પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ઍન્ડ ડાયરેકટર જનરલ ઓફ પ્રિઝન એન્ડ કરેકશનલ એડમિનિસ્ટ્રેશન ડૉ. કે.એલ.એન.રાવની હાજરીમાં અને તેમના માર્ગદર્શક હેઠળ યોજાયેલ આ દિક્ષાંત સમારોહમાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, વગેરે શહેરોથી આવેલા IPS ઓફિસર તેમજ રાજયના વિવિધ અધિકારીઓએ હાજરી આપી હતી.
સોશ્યિલ ડિસ્ટન્સ સાથે જેલ સહાયકની પાસિંગ પરેડ યોજાઈ
ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા પાસ આઉટ થતા જેલ સહાયકોને જેલમાં રહેલા બંદીવાનોને વિવિધ પ્રકારની તાલીમ અને માનવીય અભિગમ સાથે સુધાર કરી તેમને સમાજમાં પરત ફરવાની તક મળે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમણે કોઇ પણ વ્યક્તિ જન્મજાત ગુનેગાર નથી હોતો, પરંતુ મહત્તમ ગુનેગારો સંજોગોનો શિકાર બની ગુના કરી બેસે છે તેમ જણાવ્યું હતું. બંદીવાનો પ્રત્યેના જેલ સ્ટાફના સુધારાત્મક વલણ તેમના રિફોર્મેશન, રિઇન્ટીગ્રેશન અને રિહેબિલિટેશન બાબતે સજાગ રહી અથાગ પ્રયત્નો કરવા ભારપૂર્વકની સલાહ આપી હતી.
સોશ્યિલ ડિસ્ટન્સ સાથે જેલ સહાયકની પાસિંગ પરેડ યોજાઈ
218 જેલ સહાયકો દ્વારા 6 પ્લાટૂનમાં વહેંચાઇ ઓપન ઓર્ડરમાં એક ગજ ને બદલે દો ગજ દૂરી રાખી લયબદ્ધ પરેડ કરી આકર્ષક માર્ચિંગ થકી ઉપસ્થિતોના મન મોહી લીધા હતા. આ જેલ સહાયકો પૈકી તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓને ઇન-ડોર બેસ્ટ, આઉટ-ડોર બેસ્ટ, તેમજ બેસ્ટ કેડેટના ખિતાબોથી નવાજી ટ્રોફી અને પ્રશંસાપત્રો એનાયત કરાયા હતા. લય અને તાલ સાથે પાસિંગ આઉટ પરેડ પૂર્ણ થતાં જેલ સહાયકોએ સહર્ષ સેવામાં પ્રથમ કદમ મૂક્યો હતો.

ABOUT THE AUTHOR

...view details