ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: AMTS બસ વૃક્ષ સાથે અથડાતા પ્રવાસીઓ ઘાયલ થયા - BRTS બસ

અમદાવાદ: સુરત-અમદાવાદ જેવા શહેરોમાંBRTS બસના અકસ્માતોમાં વધારો થયો છે. અત્યાર સુધી સુરતમાં 4 અને અમદાવાદમાં 2 લોકોના મોત નીપજ્યા છે. હવે આ સિલસિલામાં BRTS બાદ હવે AMTSએ અકસ્માત સર્જવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદમાં AMTS બસે બાઇક ચાલકને ટક્કર મારી હતી. જે બાદ આ બસ એક ઝાડ સાથે અથડાતા કેટલાત મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતાં.

AMTS બસ
AMTS બસ

By

Published : Nov 26, 2019, 10:46 PM IST

Updated : Nov 26, 2019, 11:05 PM IST

અમદાવાદમાં AMTS બસે અકસ્માત સર્જતા એક બાઈક ચાલકને ટક્કર મારી હતી. જે બાદ AMTS બસ મણિનગરમાં એક ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ સાથે બસ અથડાતા કેટલાક પ્રવાસીઓ અને ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

અમદાવાદ: AMTS બસ વૃક્ષ સાથે અથડાતા મુસાફરો થયા ઘાયલ

AMTS બસ દ્વારા અકસ્માતો વધી રહ્યાં છે, જેનું એક કારણ તાલીમ વગરના ડ્રાઇવરો છે. અગાઉ કોર્પોરેશન દ્વારા ડ્રાઇવરની ટ્રેનિંગ સ્કૂલ ચલાવવામાં આવતી હતી. જેમાં ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવતી હતી. આ તાલીમ મેળવેલા ડ્રાઇવર રોજ બસ ચલાવતા હતા પરંતુ, હવે ખાનગી કોન્ટ્રાક્ટરોને ડ્રાઇવરો યોગ્ય તાલીમ મેળવેલા હોતા નથી અને પરિણામે અકસ્માત થતા હોય છે.

આ બાબત પણ મંગળવારે મળેલી કમિટીમાં ચર્ચાનો વિષય બની હતી અને પહેલાની જેમ ટ્રેનિંગ સ્કૂલ ખોલી તેમાં તાલીમ પામેલા ડ્રાઇવરોને રાખવા તેવો નિર્ણયો કરવાનું પણ તંત્ર વિચારી રહ્યું છે. AMTS તાલીમ પાછળ અઢી લાખનો ખર્ચ કરવાનું છે. ત્યારે ડ્રાઈવરોની કામગીરીમાં સુધારો થાય છે કે કેમ તે જોવું રહ્યું.

Last Updated : Nov 26, 2019, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details