ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન લંબાતા પેસેન્જર ટ્રેન 17 મે સુધી સ્થગિત - લોકડાઉન

કોરોનાના વધતા જતાં કહેરને ધ્યાને રાખીને સમગ્ર દેશમાં લોકડાઉન-3.0 લાદવામાં આવ્યું છે. આ લોકડાઉનને લંબાવીને 17 મે સુધી અમલમાં મૂકવામાં આવ્યું છે, ત્યારે આ કારણોસર પેસેન્જર ટ્રેન પણ રદ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Ahmedabad  News, Lockdown, Covid 19, Passenger Train
Passenger Train

By

Published : May 2, 2020, 12:25 PM IST

અમદાવાદઃ કોરોના વાઇરસનું સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે, ત્યારે શરૂઆતથી જ સંક્રમણને રોકવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ રાખવામાં આવ્યું છે. હવે જ્યારે સરકાર દ્વારા લોકડાઉનની મુદત 3 મે થી લંબાવીને 17 મે કરાઈ છે, ત્યારે રેલવે મંત્રાલયે પણ પેસેન્જર ટ્રેનો 17 મે સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.

વધુમાં કહીએ તો 17 મેં સુધી કોઈ પણ યાત્રી રેલવે સ્ટેશનની મુલાકાત ના લે તેવી સલાહ રેલવે બોર્ડ દ્વારા અપાઇ છે. જ્યારે લોકડાઉનમાં આવશ્યક ચીજ-વાસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન માટે માલવાહક ગાડીઓ ચાલુ રહેશે. જ્યારે પરપ્રાંતીય લોકો, યાત્રાળુઓ, વિધાર્થીઓ વગેરેને બીજા રાજ્યમાં લઇ જવા માટે ગૃહ મંત્રાલયની સૂચનાઓ પ્રમાણે રાજ્ય સરકારના આદેશ પ્રમાણે ટ્રેન ચલાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details