એન્જિનિયરિંગની શ્રેષ્ઠ સંસ્થાઓમાં એડમિશન માટે લેવામાં આવતી JEE મેઈન 2019માં 12 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં અમદાવાદના પારવીક દવે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 7મો ક્રમ મેળવ્યો છે. આ અંગે પારવીક દવેએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
99.99 પર્સન્ટાઈલ સાથે JEEમાં પારવીક દવે ગુજરાતમાં પ્રથમ - gujarat
અમદાવાદઃ JEE મેઇન 2019નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે અને ગુજરાતભરમાંથી પારવીક દવે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. 99.99 પર્સનટાઈલ સાથે સમગ્ર ગુજરાતમાં ટોપ કર્યું છે અને ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 7મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
પારવીક દવેએ જણાવ્યું હતું કે, તેણે આખું વર્ષ ખૂબ મહેનત કરી હતી તેમજ રેગ્યુલર ક્લાસીસ એટેન્ડ કર્યા હતા અને શિક્ષકો દ્વારા ભણાવવામાં આવેલા દરેક વિષયો પર ખાસ ધ્યાન આપ્યું હતું. રેગ્યુલર વાંચન કર્યું હતું અને ખૂબ મહેનતથી આ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 7મો ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ સંતોષ વ્યક્ત કરતા તેણે જણાવ્યું હતું કે તેને પોતાના પરિણામથી સંતોષ છે અને તેની ઈચ્છા IIT મુંબઈમાં એડમિશન લેવાની છે.
ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 303 રેન્ક મેળવનાર શુભે જણાવ્યું હતું કે, તેમણે વધુ પ્રેશર ન લેતા શાંતિથી અભ્યાસ કરીને આ રેન્ક પ્રાપ્ત કર્યો છે. ઓલ ઈન્ડીયા રેન્કિંગમાં 466 પ્રાપ્ત કરનાર મંથન પટેલે જણાવ્યું હતું કે, કોઈએ પણ વધુ પ્રેશર લીધા વિગર અભ્યાસ કરવો જોઈએ અને દરરોજ થોડું થોડું વાંચન કરવું જોઈએ જેનાથી અંતિમ ક્ષણોમાં તકલીફ ન પડે અને સારી રીતે પરીક્ષા આપી શકાય.
JEE મેઇન 2019નું પરિણામ જાહેર થતા અમદાવાદમાં એલન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પારવીક દવેએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ઓલ ઓવર ઇન્ડિયા રેન્કિંગમાં 7મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.