અમદાવાદકોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાની (Congress Parivartan Sankalp Yatra ) તમામ માહિતી આપતા કોંગ્રેસ પ્રમુખ (Gujarat Congress President) જગદીશ ઠાકોરને જણાવ્યું હતું કે, આ પરિવર્તન યાત્રામાં કોંગ્રેસ 182 વિધાનસભાને આવરી લેશે. જેમાં અમે 4.50 કરોડ લોકો સુધી પહોંચી છે. આ યાત્રા દરમિયાન બાદ 32 જેટલા સ્વાગત પોઈન્ટ (Welcome Points in Parivartan Sankalp Yatra) પણ રાખવામાં આવ્યા છે. 95 જેટલી રેલીઓ મહાનગરપાલિકામાં નીકળશે. 145 જેટલી જાહેસ સભાઓ થશે. આ સાથે દસ લાખ કાર્યકરોને વિવિધ જવાબદારીઓ શોધીને કાર્યક્રમની તૈયારી કરવામાં આવી છે.
ગુજરાતમાં આ પાંચ રૂટઉપર જે પરિવર્તન યાત્રા નીકળવાની છે. જેમાં ભુજથી રાજકોટ યાત્રાનું પ્રારંભ દિગ્વિજયસિંહના હસ્તે, સોમનાથથી અમદાવાદ યાત્રાનો પ્રારંભ બી. કે હરિપ્રસાદના હસ્તે વડગામથી ગાંધીનગર યાત્રાનું પ્રારંભ અશોક ગેહલોતના હસ્તે, ફાગવેલથી વડોદરા યાત્રાનો પ્રારંભ સચિન પાયલોટના હસ્તે અને જંબુસરથી ઉમરગામ યાત્રાનું પ્રારંભ પવન ખેરાના હસ્તે કરવામાં આવશે.