ગુજરાત

gujarat

ETV Bharat / state

જર્નાધન શર્માની દિકરી સિવાય અન્ય બાળકોનો કબજો મેળવવા માતા-પિતાની હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ રિટ - The Habeas Corpus writ

અમદાવાદઃ હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો શમવાનું નામ ન લઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આશ્રમમાં રહેતા સગીર વયના બાળકના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરી છે. જેમાં પોલીસ જનાર્ધન શર્માના કેસના તપાસના નામે તેમના બાળકોને ટોર્ચર કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે, આ મુદ્દા સાથે હવે હેબિયસ કોર્પસ રિટ દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે 27મી નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે.

હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ રિટ
હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ રિટ

By

Published : Nov 27, 2019, 2:52 AM IST

Updated : Nov 27, 2019, 7:35 AM IST

આ મામલે અરજદારે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, તપાસના નામે સ્થાનિક પોલીસે તેમના બાળકોને આશ્રમમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાથી હેબિયસ કોર્પસ રિટ દાખલ કરવામાં આવી છે. જેથી કોર્ટ તેની સતાનો ઉપયોગ કરીને બાળકોનો કબજો તેમના માતા-પિતાને સોંપે. અરજદાર ગિરીશ રાવ અને અન્ય 3 અરજદાર દ્વારા આ બીજી હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી છે.

આ અગાઉની પિટિશનમાં અરજદારોનો આક્ષેપ છે કે, તપાસના નામે પોલીસ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવી રહી છે. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRની તપાસ સ્વતંત્ર અને તટસ્થ તપાસ સંસ્થાને સોંપવામાં આવી તેવી માગ કરવામાં આવી છે. હાલના તપાસ અધિકારી નિત્યાનંદ આશ્રમમાં ભણતા બાળકો સામે કોઇ સખત કાર્યવાહી ન કરે અને અભદ્ર વર્તન ન કરે તે માટે કોર્ટે જરૂરી નિર્દેશ જાહેર કરે તેવી પણ માગ કરવામાં આવી છે. આ મામલે બુધવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે જસ્ટિસ એસ. આર બ્રહ્મભટ્ટની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચમાં જનાર્ધન શર્માની હેબિયત કોર્પસ રિટને સાંભળવામાં આવશે.

Last Updated : Nov 27, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details