ગુજરાત

gujarat

ETV Bharat / state

'ગુજરાતની રાહે તાલિબાન', પરેશ ધાનાણીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો - paresh-dhanani-

ગઈકાલે શુક્રવારે સાંજે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં મંજૂરી વિના વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યા હોવાની પરિસ્થિતિને ગુજરાત સાથે સરખાવી હતી. પરેશ ધાનાણીના આ ટ્વિટ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

'ગુજરાતની રાહે તાલિબાન', પરેશ ધાનાણીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
'ગુજરાતની રાહે તાલિબાન', પરેશ ધાનાણીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો

By

Published : Sep 11, 2021, 2:34 PM IST

  • વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
  • ગુજરાત અને તાલિબાનને એકસરખા ગણાવ્યા
  • નીતિન પટેલે આકરા પ્રહાર કરીને વળતો જવાબ આપ્યો

અમદાવાદ: અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ સરકાર બનાવ્યા બાદ વિવિધ પ્રતિબંધો લાદ્યા છે. આ નિયંત્રણો પૈકી એક મંજૂરી વગર વિરોધ પ્રદર્શન નહીં યોજવાનો પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેની સરખામણી ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સાથે કરી હતી અને નિવેદન આપ્યું હતું. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

શું હતું પરેશ ધાનાણીના ટ્વિટમાં?

પરેશ ધાનાણીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, અંગ્રેજોના શાષનમાં પણ આંદોલનનો અધિકાર સંપૂર્ણ રીતે અબાધિત હતો. ગુજરાતના આધુનિક તાલિબાનીઓએ 20 વર્ષ પહેલા જ આંદોલનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ પર જ અફઘાની તાલિબાનો આગળ વધશે?

નીતિન પટેલે કર્યા પ્રહાર

પોતાની વાકકટુતાને લઈને જાણીતા ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને આપેલા નિવેદનનો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, તાલિબાનોને માત્ર કોંગ્રેસ જ યાદ કરી શકે.

ABOUT THE AUTHOR

...view details