ગુજરાત

gujarat

ETV Bharat / state

RTOના નવા નિયમ અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની પ્રતિક્રિયા - કોંગ્રેસના પરેશ ધાનાણી

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં RTOના નવા નિયમ મુજબ પ્રચંડ ભાવ વધારાનો 2 દિવસ પહેલા અમલ કરવામાં આવ્યો હતો. આ અસહ્ય પ્રચંડ વધારાના કારણે સામાન્ય પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી હતી, ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી હતી.

file photo

By

Published : Sep 18, 2019, 7:11 PM IST

કોંગ્રેસના પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકારે કોઈપણ પૂર્વ તૈયારી કર્યા વગર જ RTOના નવા નિયમો લાગુ કરી દીધા હતા. જેના કારણે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, ત્યારે તેમના મત અનુસાર રાજ્યસભાની પેટા ચૂંટણી આવી રહી છે. તેના કારણે પણ ગુજરાતમાં એક મહિના માટે કદાચ આરટીઓના નવા નિયમ લાગુ કરવામાં ન આવી શકે. પરંતુ જો આ રીતના જ અસહ્ય ભાવ વધારો કરવામાં આવશે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે.

RTOના નવા નિયમ અંગે પરેશ ધાનાણીની પ્રતિક્રિયા

પરેશ ધાનાણીના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારો તે બેકારીમાં મંદીની અસરથી તડપતી ભારતીય પ્રજા માટે ખૂબ જ દુઃખદ રૂપ ઘટના છે. હજી તો સરકારને સ્પષ્ટ બહુમતી ખોબે ખોબે વોટ આપીને જેમણે બનાવ્યા છે તે લોકોએ ભાવ વધારો કરી પ્રજાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.વોટ આપીને જેમણે સત્તા પર લાવ્યા છે તેને આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ મહિના થયા છે અને આ ભાવ વધારો પ્રજા માટે પડતાના પાટુ બરાબર છે.

ABOUT THE AUTHOR

...view details