અમદાવાદ: સરકારે પેટ્રોલ- ડિઝલમાં કરાયેલાં ભાવ વધારાથી અમદાવાદીઓ નારાજ છે. સામાન્ય લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરતા લોકોએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં ભાવ ઘટાડવાના બદલે સરકાર ભાવ વધારી રહી છે. CM કેર ફંડમાં આવેલા રૂપિયાનો સરકાર ઉપયોગ કરે તેવું પણ જણાવ્યું હતું. સાથે જ સરકારે આ પરિસ્થિતિમાં લોકોને રાહત આપવાની જરૂર છે તેવી પણ માગ કરી હતી.
પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારા અંગે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર - લોકોને રાહત
કોરોના અને લોકડાઉનને કારણે ગુજરાત સરકારની આવકમાં ઘટાડો થવાનું જણાવી રાજ્ય સરકારે પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 2-2 રૂપિયાનો વધારો કરી દીધો છે. રાજ્ય સરકરાના આ નિર્ણયથી સામાન્ય પ્રજામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ કોંગ્રેસ પણ આ મામલે સરકાર પર પ્રહાર કર્યાં છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, પ્રજાને લૂંટવાનું સરનામું એટલે પેટ્રોલ પંપ.
પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારા અંગે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર
તો સરકારે પેટ્રોલ- ડિઝલમાં કરેલા ભાવવધારા પર વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકારને આડેહાથ લીધી હતી. પાકિસ્તાનના પેટ્રોલના ભાવ સાથે ધાનાણીએ સરખામણી કરતાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં 34.44 રૂપિએ લીટર પેટ્રોલ છે. ભારતમાં 70.19 રૂપિએ લીટર પેટ્રોલ છે. પ્રજાને લૂંટવાનું સરનામું પેટ્રોલ પંપ તેમ પણ ધાનાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ મોંઘું કર્યું છે.