ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં સ્કૂલ ફી અંગે વાલીઓનો હોબાળો, શાળા સંચાલકો સામે આક્ષેપ કરાયા

વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓની સ્કૂલ ફીને લઇને વાલીઓ દ્વારા હોબાળો મચાવામાં આવ્યો હતો. શાળા સંચાલકો દ્વારા વાલીઓને શાળામાં પેપર માટે બોલાવી અને ફી અંગેની રીસીપ્ટ આપી દેવામાં આવી હતી. જેથી વાલીઓ દ્વારા શાળા સંચાલકો સામે આક્ષેપ કર્યા હતા.

By

Published : Sep 13, 2020, 11:09 AM IST

વડોદરામાં સ્કૂલ ફી અંગે વાલીઓનો હોબાળો, શાળા સંચાલકો સામે આક્ષેપ કરાયા
વડોદરામાં સ્કૂલ ફી અંગે વાલીઓનો હોબાળો, શાળા સંચાલકો સામે આક્ષેપ કરાયા

વડોદરાઃ શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી જી.ઈ.બી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને શાળામાં પેપર માટે બોલાવી ફી ભરવાની રીસીપ્ટ પકડાવી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

વડોદરામાં સ્કૂલ ફી અંગે વાલીઓનો હોબાળો, શાળા સંચાલકો સામે આક્ષેપ કરાયા
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી જીઈબી સ્કૂલના સંચાલકો દ્વારા ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવતો નથી અને બાળકોને યુટ્યુબની લીંક મોકલીને તેના પરથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત શાળાઓ દ્વારા પીડીએફ ફાઈલ મોકલી આપી બાળકોના ટેસ્ટ લઈને અભ્યાસ પૂરો થયો હોવાનું જણાવાઇ રહ્યું છે. રવિવારના રોજ શાળામાં વાલીઓને પેપર આપવાનું જણાવી બોલાવવામાં આવ્યા હતા.

જેમાં પેપર સાથે વાલીઓને જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ફી ભરવાની રીસીપ્ટ શાળા સંચાલકોએ પકડાવી દીધી હતી. જેથી વાલીઓ વિફર્યા હતા. વાલીઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી શાળા રાબેતા મુજબ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ફી ભરીશું નહીં. વાલીઓની રજૂઆત સામે શાળા સંચાલકોએ છોકરાની એલસી લઈ જવા અને નહીં ભણાવવાનું જણાવ્યું હતુ અને કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details