ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘોડાસરની જીવીબા સ્કૂલમાં સફાઈકર્મીઓના બાળકોને અભ્યાસની ના પાડતા વાલીઓનો વિરોધ - પ્રિન્સિપાલ

અમદાવાદમાં ઘોડાસરની જીવીબા સ્કૂલ ખાતે વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલના મહિલા પ્રિન્સાપાલે સફાઈ કામદારના બાળકોને અહીં અભ્યાસ કરવાની ના પાડી છે. આથી વાલીઓ રોષે ભરાયા હતા. આ અંગે વાલીઓ એકત્ર થઈને સ્કૂલમાં હોબાળો કર્યો હતો. જોકે પોલીસે સ્કૂલે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

ઘોડાસરની જીવીબા સ્કૂલમાં સફાઈકર્મીઓના બાળકોને અભ્યાસની ના પાડતા વાલીઓનો વિરોધ
ઘોડાસરની જીવીબા સ્કૂલમાં સફાઈકર્મીઓના બાળકોને અભ્યાસની ના પાડતા વાલીઓનો વિરોધ

By

Published : Mar 5, 2021, 1:34 PM IST

  • ઘોડાસર વિસ્તારની જીવીબા સ્કૂલમાં વાલીઓનો હોબાળો
  • વાલીઓએ વિરોધ કરી સ્કૂલના પ્રિન્સિપાલ પર લગાવ્યા આક્ષેપ
  • પ્રિન્સિપાલે સફાઈકર્મીઓના બાળકોને અભ્યાસ માટે પાડી નાઃ વાલીઓ

અમદાવાદઃ ઘોડાસર વિસ્તારમાં આવેલી જીવીબા સ્કૂલ વિવાદમાં આવી છે. આ વખતે વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલના મહિલા પ્રિન્સાપાલે સફાઈ કામદારના બાળકોને અહીં અભ્યાસ કરવાની ના પાડી છે. આથી વાલીઓ રોષે ભરાયા હતા.

વાલીઓએ વિરોધ કરી સ્કૂલના પ્રિન્સિપાલ પર લગાવ્યા આક્ષેપ
ભારે સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણાવવા કરી માગ

આ મામલે સ્કૂલમાં હોબાળો થતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો ત્યારે પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેવો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે આવીને મામલો થાળે પડ્યો હતો ત્યારે સફાઈ કામદારના બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપ્યો હતો. જ્યારે પ્રિન્સિપલ સાથે લખાણ પણ લેવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details