અમદાવાદઃ નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટનો મામલે (Par Tapi Narmada Link Project)ગુજરાત વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસ નેતા દિલ્હી પહોંચ્યા છે. આ તકે AICC HQ ખાતેકોંગ્રેસ પાર્ટીના શક્તિસિંહ ગોહિલ, નારણભાઈ રાઠવા, અનંત પટેલ અને પ્રોફેસર ગૌરવ વલ્લભ દ્વારા પ્રેસ કોંન્ફરન્સ પણ કરવામાં આવી હતી. તેઓએ આદિવાસીઓના પ્રશ્નોને લઇ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. તેમની માંગ છે કે આ પ્રોજેક્ટમાં આદિવાસીઓને શ્વેતપત્ર આપવો જોઈએ.
આ યોજનાથી આદિવાસીઓને નુકસાન -ગુજરાત વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે અમારી જે આદિવાસીયત લેવાની ભાજપા કોશીસ કરે છે. તાપી પાર લિંક યોજના અમને બાદમાં ખબર પડી કે 50 હજાર લોકો વિસ્થાપીત થશે. આદિવાસી પ્રકૃતિક પૂજક છે. દક્ષિણ ગુજરાતમાં આ બાંધ બનવાથી આદિવાસીની જમીન વિહોણા અને બે ઘર બનશે. હું માનું કે ચૂંટણી સુધી આદિવાસીઓને સાંત કરવા આ યોજના સ્થગિત કરી છે. નર્મદાનું પાણી કચ્છ, સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું હતું તે નથી પહોંચ્યું. જ્યાં પાણી આપવાનું હતું ત્યાં પાણી નથી પહોંચાડ્યું અને નર્મદાનું પાણી પીવા માટે આપવાનું હતું તે નથી આપ્યું. તે પાણી કારખાના અને ઉદ્યોગોને આપ્યું છે. આદિવાસી ભારતમાં વસેલા છે. આદિવાસીને જે નુકસાન થાય તે બંધ કરે જ્યાં રોડ રસ્તા નિકળે ત્યાં આદિવાસીની જમીન જાય છે. આદિવાસીઓ આનો ભોગ બને છે.
આ પણ વાંચોઃભાજપની આદિવાસી વોટબેંકને અસર ન થાય તે માટે સરકારે તાપી રિવર લિંક યોજના સ્થગિત કરી છે? જાણો સત્ય