Ahmedabad News: કાગળના કપે કોર્પોરેશનમાં કકળાટ કરાવ્યો, મેયરે કહ્યું મને જાણ નથી અમદાવાદ : શહેરમાં ચાની કીટલી અને દુકાનો પર પેપર વાપરવા પ્રતિબંધ મૂકવામાં આવે છે. કોર્પોરેશનનું માનવું છે કે પેપર કપનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી પ્રદૂષણ શહેરમાં વધી રહ્યું છે અને આ કપ ડ્રેનેજ લાઇનમાં જતા હોવાથી ડ્રેનેજ પણ બ્લોક થાય છે તેવી ફરિયાદો પણ સામે આવી રહી છે. જેને લઈને કોર્પોરેશન દ્વારા પેપર કપ વાપરનારા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હવે કોર્પોરેશનના સત્તાધિશો અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સંકલ્પનો અભાવ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો છે.
કમિશનર રાઉન્ડ પર નીકળ્યા અને નિર્ણય લીધો :અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, શહેરમાં આવેલી ચાની કીટલી પર પેપર કપ પ્રતિબંધ મૂકવા મામલે કોઈ જાણ કરાઈ નથી. મ્યુનિસિપલ કમિશનર જાતે રાઉન્ડ નીકળ્યા હતા. ત્યાં તેઓએ જે જોયું અને તેઓ તેમણે આ પ્રકારનો નિર્ણય લીધો છે. તેમને અંતે પેપરમાં પ્રતિબંધ મૂકવામાં નક્કી કર્યો છે. પરંતુ છેલ્લા ચાર દિવસથી પેપર કપ મામલેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચાની કેટલી પર ફરી સમજાવવા દુકાનદારોને સમજાવવામાં આવી રહ્યા છે. પેપર કપ વાપરવાનું બંધ કરવામાં આવે.
આ પણ વાંચોAhmedabad News: ચાની કિટલી બની પેપરલેસ, નહીં મળે કાગળના કપમાં ચા
કમિટીમાં ઠરાવ વગર નિર્ણય :વધુમાં જણાવ્યું હતું કે, આ પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં અમલે કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આમા અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી.જેથી વેપારીઓ દ્વારા જે પણ રજૂઆત કરવામાં આવી છે. તે અમે કમિશનર સુધી પહોંચાડીશું અને કમિશનર સાથે બેસીને ચર્ચા કરી પછી જ પ્રજનન હિતમાં નિર્ણય લઇશું. પરંતુ આ પ્રતિબંધ મૂકવા માટે કોર્પોરેશનની કોઈપણ કમિટીમાં ઠરાવ કે સત્તાવાર જણાવવામાં આવ્યું નથી. આ કમિશનર દ્વારા વ્યક્તિગત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોAhmedabad : AMCએ પેપર કપ પર પ્રતિબંધ મુકતા હજારો લોકો થશે બેરોજગાર
કાર્યવાહી શરૂ થશે :એક બાજુ અમદાવાદ શહેરના મેયર કમિશનર સાથે બેસીને ચર્ચા કરવાની અને પ્રજાના હિતના નિર્ણયની વાત કરે છે. તે પરંતુ કમિશનર હાલ બહાર હોવાથી કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી. ત્યારે આવતીકાલથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જેથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો દ્વારા ક્યાંકને ક્યાંક સંકલન સ્પષ્ટપણે અભાવ જોવા મળી રહ્યો છે .જેના કારણે આ જ અમદાવાદમાં જ 1000થી પણ વધારે યુનિટ પેપર કપના ચાલી રહ્યા છે. તે બંધ હાલતમાં થઈ શકે છે. જેના કારણે લાખો યુવાનો બેરોજગાર પણ થઈ શકે છે. આ વેપારીઓ દ્વારા પણ મેયરને આવેદન આપવામાં આવ્યું છે. જો આનું નિરાકરણ નહીં આવે તો ગુજરાત હાઇકોર્ટમાં પણ જવાની ફરજ પડી શકે તેમ છે.