ગુજરાત

gujarat

ETV Bharat / state

2017ના લાંચ કેસમાં પંચમહાલ GPCBના અધિકારીની ધરપકડ, 68.24 લાખની મિલકત જપ્ત - property worth seized

વર્ષ 2017માં પંચમહાલ ACB દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ગિરજાશંકર સાધુ સામે લાંચનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરજ દરમિયાન તેને ઘણી અપ્રમાણસર મિલકત વસાવી હતી. ત્યારે શુક્રવારે ACBએ 68.24 લાખની મિલ્કતની કબ્જે કરી તેની ધરપકડ કરી છે.

panchmahal
panchmahal

By

Published : Sep 19, 2020, 5:45 AM IST

અમદાવાદ : ACB દ્વારા લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે જે અધિકારી લાંચ કેસમાં પકડાયા હોય. તેમની મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2017માં પંચમહાલ ACB દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ગિરજાશંકર સાધુ સામે ગુનો નોંધાયો હતો. આ અધિકારી જ્યારે ફરજ દરમિયાન તેને ઘણી અપ્રમાણસર મિલકત વસાવી હતી. જે કારણે ACBએ તેની 68.24 લાખની મિલ્કતની કબ્જે કરી તેની ધરપકડ કરી છે.

ACB દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ગિરજાશંકર સાધુ સામે લાંચનો ગુનો નોંધવામાં આવ્યો

ગિરજાશંકર સાધુ વિરુદ્ધ 2017માં પંચમહાલમાં લાંચ કેસમાં ગુનો નોંધાયો હતો. આ મામલે તપાસ ચાલી રહી હતી, ત્યારે ACB દ્વારા તેની અપ્રમાણસર મિલકતની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગિરજાશંકર સાધુની 68.24 લાખની અપ્રમાણસર મિલકત સામે આવી હતી, જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

2017ના લાંચ કેસમાં GPCBના અધિકારીની ધરપકડ

ગિરજાશંકર સાધુના નિવાસસ્થાનેથી મળી આવ્યો ન હતા. જે બાદ માંડવી પોલીસ દ્વારા તેના ઘરે જઈને તેમને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેને પોતાની ઓળખ છૂપાવવા જણાવ્યું હતું કે, હું ગિરજાશંકર નથી તે મારા ભાઈ છે. ત્યારબાદ માંડવી પોલીસે પંચમહાલ ACBને ફોટો મોકલીને ખરાઇ કરી હતી. ખરાઇ કરતા તેને કબૂલ્યું કર્યું કે, પોતે જ આરોપી છે. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ACB દ્વારા છેલ્લા ઘણા સમયથી લાંચ કેસમાં પકડાયેલા અનેક સરકારી અધિકારીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવે છે. જેમાં અપ્રમાણસર મિલકત મળી આવે તો તેનો અલગથી ગુનો નોંધવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details