ગુજરાત

gujarat

ETV Bharat / state

Junior Clerk Exam : એસટી બસમાં વિદ્યાર્થીઓને જુનિયર કલાર્કની પરીક્ષા આપવા જવું સરળ

પંચાયત પસંદગી સેવા મંડળ જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને એસટી વિભાગ દ્વારા 6,000થી વધુ બસોનું સંચાલન કરવામાં આવશે. આ વખતે જિલ્લાથી અંતરિયાળ તાલુકાઓની અંદર પણ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત એસટી બસ સેવાને લઈને કોઈપણ માહિતી જાણવી હોય તો હેલ્પલાઇન ચાલુ કરવામાં આવશે.

Junior Clerk Exam : એસટી બસમાં વિદ્યાર્થીઓને જુનિયર કલાર્કની પરીક્ષા આપવા જવું સરળ
Junior Clerk Exam : એસટી બસમાં વિદ્યાર્થીઓને જુનિયર કલાર્કની પરીક્ષા આપવા જવું સરળ

By

Published : Apr 4, 2023, 2:23 PM IST

જુનિયર કલાર્કની પરીક્ષામાં 6 હજારથી વધુ બસનું સંચાલન થશે

અમદાવાદ :રાજ્ય સરકારના પંચાયત પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલ 2023ના રોજ જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપશે. આ વખતે જિલ્લા ફેરબદલી પણ ઉમેદવારો પરીક્ષા આપવા આવશે. જેને પગલે એસટી વિભાગે વધારાની બસનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે.

તાલુકાના સેન્ટર સુધી સંચાલન :એસટી વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાત પસંદગી સેવા મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરીક્ષામાં અંતરિયાળ જિલ્લાઓમાંથી પણ વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. ઘણા પરીક્ષા કેન્દ્ર એક જિલ્લામાંથી દૂરના જિલ્લાના નાનકડા તાલુકામાં પણ સેન્ટર આપવામાં આવ્યું છે. તેના સંદર્ભમાં એસ.ટી વિભાગ દ્વારા એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, એસટી વિભાગ જ્યારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરતી હોય ત્યારે વધારે ભાડુ લઈને સ્પેશિયલ બસો ચલાવવામાં આવતી હોય છે. પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવવાના હોવાથી એસટી વિભાગ દ્વારા કોઈપણ પ્રકારે વધારાનું ભાડું લેવાનું નહીં નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :Paper Checking: 61,500 શિક્ષકો પેપર તપાસીને વિધાર્થીઓનું લખશે ભવિષ્ય, સંસ્કૃતનું પેપર લેવાશે ફરી

હેલ્પ લાઇન નંબર ચાલુ થશે :આ પહેલા એસટી વિભાગ દ્વારા એક જિલ્લાથી બીજા જિલ્લા સુધી જ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે નાનકડા તાલુકામાં સેન્ટર ફાળવવામાં આવ્યા છે. તે સેન્ટરના બસ સ્ટેન્ડ સુધી બસોનું સંચાલન કરવામાં આવશે. સાથે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન બુકિંગ કરાવશે તેમને જરૂર પડશે તો વધારાની એક્સ્ટ્રા બસનું સંચાલન તે કેન્દ્ર સુધી કરવામાં આવશે. વિદ્યાર્થીને અગવડ ન પડે તે માટે 24×7 હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ક્યાંય મુશ્કેલી અનુભવે તો તે પોતાની મુશ્કેલી એસટી વિભાગને જણાવી શકે. તેમજ સમયસર પોતાના ઘરે કે પોતાના પરીક્ષા કેન્દ્ર સ્થાને પહોંચી શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :Vadodara Crime : ACB એ છટકું ગોઠવી જુનિયર ક્લાર્કને લાંચ લેતા ઝડપ્યો

6000 હજારથી વધુ બસનું સંચાલન :પંચાયત પસંદગી સેવા બોર્ડ દ્વારા દરેક ઉમેદવારના ખાતામાં ડીબીડીથી 256 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જેમાં અમુક ઉમેદવારને 256 રૂપિયાથી ઓછું ભાડું થશે. જ્યારે અમુક વિદ્યાર્થીને 256 રૂપિયાથી વધારે ભાડું થઈ શકે છે. તો એ તમામ વિદ્યાર્થીઓએ પોતાના સ્વખર્ચે પરીક્ષાના કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પંચાયત પસંદગી સેવા મંડળ બોર્ડની પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાવાની હોવાથી ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની 6,000થી વધુ એસ.ટી.બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ પોતાની ટિકિટ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પણ બુક કરાવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details