અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ રિટમાં રજુઆત કરવામાં આવી છે કે, પાલડી ખાતે આવેલા ABVP કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો તેની પહેલા જ ABVPના કાર્યકરતાઓએ NSUIના લોકો પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સહયોગ કર્યો હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
પાલડી NSUI અને ABVP બબાલની SIT તપાસ કરાવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ - JNU વિવાદ
અમદાવાદ : JNU વિવાદ મામલે NSUIએ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ABVP કાર્યલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરતા બંને જુથ વચ્ચે થયેલી મારામારીના કેસની SIT તપાસ માટે અરજદાર નિખિલ સવાણી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
ભાજપ યુવા મોર્ચા પ્રમુખ રૂત્વિજ પટેલ, સહિત કેટલાક લોકો આ સમગ્ર સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગૃહપ્રધાનના દબાણને પગલે આ લોકો સામે ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે આ કેસની SIT તપાસની માંગણી કરી છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, રાજકીય પક્ષની શાખાના કાર્યકરતાઓ દ્વારા ગુડા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના હુમલાથી લોકોમાં CAA-NRCનો વિરોધ ન કરે તેના માટે ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યું છે. અત્યાચાર સામે અવાજ ઉઠાવવા સામે હુમલા અને પોલીસની લુલી કામગીરી બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.