ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓવૈસીની પાર્ટી AIMIM સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે - આમ આદમી પાર્ટી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે (ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લેમીન) AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ બે દિવસીય મુલાકાત માટે અમદાવાદ ખાતે આવ્યા છે. જ્યા તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનિતિ તૈયાર કરી હતી.

ઓવૈસીની પાર્ટી
ઓવૈસીની પાર્ટી

By

Published : Jan 12, 2021, 9:40 PM IST

  • AIMIMના બે નેતા અમદાવાદની મુલાકાતે
  • ગોમતીપુરમાં કરી જાહેરસભા
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે AIMIM

અમદાવાદ : AIMIM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ અને મહારાષ્ટ્ર ઔરંગાબાદથી લોકસભા સાંસદ ઈમ્તિયાઝ જલીલ અમદાવાદની મુલાકાત લીધી છે. રવિવારે અમદાવાદ એરપોર્ટ પર શાબિર કાબલીવાલા સહિત કેટલાક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજા દિવસે અમદાવાદની મુલાકાત આવેલા AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ કેટલાક બુદ્ધિજીવી, રાજનેતાઓ અને લોકો સાથે મુલાકાત કરીને રાત્રે અમદાવાદના ગોમતીપુરમાં પ્રથમ જનસભા કરી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે AIMIM

જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

મુલાકાતના બીજા દિવસે, AIMIMના નેતાઓએ તેમની પ્રથમ જાહેર સભા અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ જનસભા થઈ સંબોધન કરતા AIMIM લીડર વારીશ પઠાણે જણાવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના નિર્દેશ પર તેમને ગુજરાત આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગળ પાર્ટીની શું રણનીતિ રહેશે એ અંગે હાલ કંઈ જણાવવામાં આવ્યું નથી.

AIMIMના બે નેતા અમદાવાદની મુલાકાતે

ઓવૈસીને રિપોર્ટ કરીશું

લોકોને સંબોધન કરતાં ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે, અમે અહીં ચૂંટણી પૂર્ણ તાકાતે લડીશું. અમે ટૂંક સમયમાં સ્થાનિક સંસ્થાઓની બેઠકો માટે ઉમેદવારો પણ જાહેર કરીશું. અહીંથી ગયા બાદ અમે અસદુદ્દીન ઓવૈસીને રિપોર્ટ કરીશું. નોંધનીય છે કે, રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છોટુ વસાવાની BTP-ઓવૈસીની AIMIM પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમામ બેઠકો પરથી લડવાની જાહેરાત કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનિતિ તૈયાર કરી

ABOUT THE AUTHOR

...view details