અમદાવાદ: શહેરમાં છેલ્લા 4 દિવસથી શરૂ થયેલી ઝુંબેશ દરમ્યાન 366થી વધુ મિલકતો સીલ કરાઈ છે, જયારે 32 મિલકતોમાં 5860 ચો.મી. બાંધકામની તોડફોડ થઈ છે. બીજી તરફ મંદીનો માહોલ વચ્ચે થઈ રહેલ 'સીલ'ની કામગીરી સામે વેપારીઓમાં વિરોધ વધતો જાય છે. બે દિવસ પહેલા યુનિવર્સિટી પ્લાઝાની ભોંયરાની 26 સાથે 91 મિલકતો સીલ કરી છે જેના વિરોધમાં આજે ત્યાંના વેપારીઓએ વિજય ચારરસ્તા પાસે દેખાવો કર્યા હતા. જ્યારે મધ્ય ઝોનમાં સિટી સેન્ટર ઇદગાહમાં 59 જેટલી મિલકતો 'સીલ' કરેલી છે ત્યાંના વેપારીઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી. વેપારીઓનું કહેવું છે કે, એક તરફ મંદી છે, બીજી તરફ નાણાંકીય વર્ષ 31મી માર્ચે પૂર્ણ થવાનું હોવાથી તે અંગેના ચોક્કસ ટાર્ગેટ હોય છે, તે સમયે 'સીલ'ની ઝુંબેશ નુકસાન પહોંચાડનારી છે.
અમદાવાદમાં 366થી વધુ મિલકતોને કોર્પોરેશને પાર્કિંગ મુદ્દે કરી સીલ 366
ભોંયરામાં થઈ ગયેલા ગેરકાયદે બાંધકામો અને શરૂ થઈ ગયેલા પાર્કિંગ સિવાયના દુરૂપયોગ સામે શરૂ કરાયેલી ઝુંબેશના ભાગરૂપે આજે 7 ભોંયરામાં તઈ ગયેલ 2165 ચો.મી. બાંધકામ જુદા જુદા વિસ્તારોમાં તોડી પડાયું છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં કાસાલાઇટ, એન્ઝોલ આર્કેડ, હેરિટેજ પ્સાઝા, દક્ષિણ પશ્ચિમમાં હોલીડે ઇન, વીદા રિસર્ચ ઇન્સ્ટીટયૂટ, રમાડા હોટેલ, શિવાલિક હુન્ડાઇ, તપન હોસ્પિટલ, સત્ય કોમ્પ્લેક્ષ, પૂર્વ ઝોનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સનું ગોડાઉન, અંતરીક્ષ આર્કેડના ભોંયરાની ગંદકી સામે દંડ, દક્ષિણ ઝોનમાં રાજદીપ કોમ્પ્લેક્સ, મધ્ય ઝોનમાં અભિષેક-3નું બેઝમેન્ટ સામે ક્યાંક સીલ તો ક્યાંક તોડફોડની કામગીરી કરવામાં આવી છે.
366થી વધુ મિલકતોને કોર્પોરેશને પાર્કિંગ મુદ્દે કરી સીલ 366
આ ઉપરાંત કેટલાકે તેમની મિલકત કાયદેસરની હોવા છતાં સીલ મરાયા છે, તેવા આક્ષેપો પણ કર્યા છે. આગળ જતાં આ પ્રશ્ન વધુ મોટું સ્વરૂપ લેશે તેમ જણાય છે. સત્તાધારી ભાજપના જ કેટલાંક કોર્પોરેટરોમાં પણ આ અંગે ગણગણાટ શરૂ થયો છે.